Paperless home loan/ હવે હોમલોન પણ થશે પેપરલેસ, કાગળિયાની ઝંઝટમાંથી છૂટકારો

ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન પેપરલેસ થઈ ગયા પછી સરકાર હવે હોમ લોનની પ્રક્રિયાની પેપરલેસ કરવાની તૈયારીમાં લાગી ગઈ છે. આ માટેનું જાહેરનામુ પણ આઇટી મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

India
Paperless home loan
  • બેન્કો દ્વારા ઓનલાઇન જ હોમ લોન પૂરી પાડવામાં આવે તે પ્રક્રિયા પર આઇટી મંત્રાલય કામ કરી રહ્યુ છે
  • બેન્કો આ માટે એવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે જે સોશિયલ મીડિયા સહિતનો ડેટા એકત્ર કરીને બેન્કોને મોકલે છે
  • હોમ લોનના દસ્તાવેજોને ડિજિટલ કરવા માટે મંજૂરી અપાઈ

ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન પેપરલેસ થઈ ગયા પછી સરકાર હવે હોમ લોનની પ્રક્રિયાની પેપરલેસ કરવાની તૈયારીમાં લાગી ગઈ છે. આ માટેનું જાહેરનામુ પણ આઇટી મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

હાલમાં તો દરેક જણ જાણે છે કે હોમ લોન લેવી કેટલી કડાકૂટવાળુ કામ છે. તેના માટે કેટલાય દસ્તાવેજોની યાદી તૈયાર કરવી પડે છે. એક પછી એક પેપર લાઇનસર ગોઠવવા પડે છે. ફક્ત એટલું જ નહી ક્યારેક કોઈ આગળપાછળ થાય તો આખી મહેનત નવેસરથી કરવી પડે છે.

હવે આગામી સમયમાં આ બધી પ્રક્રિયામાંથી છૂટકારો મળશે. બેન્કો દ્વારા ઓનલાઇન જ હોમ લોન પૂરી પાડવામાં આવે તે પ્રક્રિયા પર આઇટી મંત્રાલય કામ કરી રહ્યુ છે. બેન્કો તમારા તમારા બધા ડેટા અને ક્રેડિટ સંલગ્ન પ્રોફાઇલને રેકોર્ડમાં રાખીને લોન મંજૂર કરશે. આ સંપૂર્ણપણે ડિમેન્ટ પ્રક્રિયા હેઠળ હશે. આમ હોમ લોનની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટાઇઝ હશે.

બેન્કો આ માટે એવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે જે સોશિયલ મીડિયા સહિતનો ડેટા એકત્ર કરીને બેન્કોને મોકલે છે. તેના દ્વારા બેન્કોને ક્રેડિટ પ્રોફાઇલ બનાવવામાં મદદ મળે છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે તાજેતરમાં ઘણા નવા પ્રકારના કોન્ટ્રાક્ટને ડિજિટાઇઝ કરવા માટે દબાણ કર્યુ છે.

નેશનલ ઇ-ગવર્નન્સ સર્વિસિસના એમડી અને સીઇઓ દેબજ્યોતિ રે ચૌધરીએ ઇન્ડિયન બેન્ક્સ એસોસિયેશનના ઇવેન્ટમાં જણાવ્યું હતું કે આઇટી મંત્રાલયે એક જાહેરનામુ બહાર પાડ્યુ છે. તેમા હોમ લોનના દસ્તાવેજોને ડિજિટલ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

બેન્ક ઓફ બરોડાના એમડી સંજીવ ચઢ્ઢાના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં બેન્ક તેના કારોબારમાં 34થી 40 ટકા વૃદ્ધિ કરવામાં સફળ રહી છે, તેની સામે તેના શાખા નેટવર્કમાં 15 ટકાનો ઘટાડો થયો છે. આ જ રીતે આઇડીએફસી ફર્સ્ટ બેન્કના એમડી વી વૈદ્યનાથને જણાવ્યું હતું કે ડિજિટલ બેન્કિંગમાં નાના ઋણ લેનારાઓએ કામગીરીના ખર્ચના લીધે ઊંચી કિંમત ચૂકવવી પડે છે.

આ પણ વાંચોઃ

Gujarat election 2022/અમારી મહેનત જોતા 100થી નજીકની બેઠક નહી હોય તો નિરાશા થશેઃ કેજરીવાલ

Gujarat election 2022/ભાજપે શિસ્તનો કોરડો વીંઝતા 27 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા