Not Set/ હવે બોલીને બતાવે જોય : “તલાક, તલાક, તલાક” તિન-તલાક બિલ રાજ્યસભામાં પણ પાસ

ત્રણ-ત્રણ વાર રાજ્યસભામાંથી પરત ફરેલા અને બહુચર્ચીત રહેલું તિન-તલાક બિલ રાજ્યસભામાં આજે પાસ થઇ જતા હવે કાયદોનું સ્વરૂપ લઇ લીધું છે. ત્યારે બિલ રાજ્યસભામાં 99 વિરોધમાં 84 મતે પાસ થતા મોદી સરકારને બહુધા સફળતા મળી છે. આપને જણાવી દઇએ કે બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવાની માગ સાથે પહેલા પણ ઘણીવાર રિજેક્ટ કરવામાં આવ્યું હતું. મહત્તમ વિપક્ષોએ […]

Top Stories India
Triple Talaq હવે બોલીને બતાવે જોય : "તલાક, તલાક, તલાક" તિન-તલાક બિલ રાજ્યસભામાં પણ પાસ

ત્રણ-ત્રણ વાર રાજ્યસભામાંથી પરત ફરેલા અને બહુચર્ચીત રહેલું તિન-તલાક બિલ રાજ્યસભામાં આજે પાસ થઇ જતા હવે કાયદોનું સ્વરૂપ લઇ લીધું છે. ત્યારે બિલ રાજ્યસભામાં 99 વિરોધમાં 84 મતે પાસ થતા મોદી સરકારને બહુધા સફળતા મળી છે. આપને જણાવી દઇએ કે બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવાની માગ સાથે પહેલા પણ ઘણીવાર રિજેક્ટ કરવામાં આવ્યું હતું.

મહત્તમ વિપક્ષોએ કર્યું વોક આઉટ

મુસ્લીમ મહિલાઓને તલાક, તલાક, તલાક કહી તલાક આપવાનું ગેરકાયદેસર ગાણવતું ઐતિહાસીક બિલ લાંબી ચર્ચા અને ઉત્તર ચડાવ પછી આખરે રાજ્યસભામાંથી પણ પસાર થઈ ગયું છે. હવે રાષ્ટ્રપતિ પાસેથી મંજુરી મળતા જ આ બિલ કાયદો બનશે.ત્યારે રાજ્યસભામાં મતદાન વખતે બીએસપી, પીડીપી, ટીઆરએસ, જેડીયૂ, એઆઈએડીએમકે અને ટીડીપી જેવી અનેક પાર્ટીઓએ વોક આઉટ કર્યું હતું.  બિલ રાજ્યસભામાં કે જ્યા, ભાજપ પાસે બહુમત નથી ત્યાથી પસાર થતાની સાથે જ વિરોધ પક્ષની નબળી રણનીતિ પણ ખુલ્લી પડી ગઈ હતી.

View image on Twitter

બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાના પ્રસ્તાવ પણ ફગાવાયો
તો બિલ પાસ થયા  અગાઉ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાના પ્રસ્તાવ પણ 100 વિરૂધ 84 મતોથી ફગાવી દેવામાં આવ્યો હતો. લાંબા સમયથી લટકતું રહેલા આ બિલને મોદી સરકારે સફળતા પૂર્વક આજે પાસ કરાવીને સાબિત કરી દીધું છે કે, રાજ્યસભામાં તેની રણનીતિ બિલકુલ સચોટ રહી.

Tripple Tala હવે બોલીને બતાવે જોય : "તલાક, તલાક, તલાક" તિન-તલાક બિલ રાજ્યસભામાં પણ પાસ

કાયદે મંત્રી દ્વારા કરવામાં આવી વિવિધ મુદ્દે સ્પષ્ટતા

રવિશંકર પ્રસાદે પોતાના સંબોઘનમાં જણાવ્યું હતું કે  આ સવાલને વોટ બેંકના ત્રાજવે ન જોખવામાં આવે, આ સવાલ ન્યાય, નારી ગરિમા અને નારી ઉત્થાનનો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ કાર્યવાહી નહોતી થઈ શકતી અને નાની-નાની વાતો પર ત્રણ તલાક આપવામાં આવી રહ્યા હતા. અમે આ કારણે ફરીથી કાયદો લઈને આવ્યા છીએ. તેઓએ કહ્યું કે લોકોની ફરિયાદ બાદ બિલમાં કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા છે. હવે તેમાં જામીન અને સમજૂતીની જોગવાઈ પણ રાખવામાં આવી છે. કેટલાક લોકોને બિલમાં કેટલીક ખામીઓ લાગી, તેમને લાગ્યું કે તેનો દુરુપયોગ થઈ શકે છે તો અમે તેમાં ફેરફાર કર્યા, એફઆઈઆર માત્ર પત્ની, પત્નીઓના લોહીની સગાઈમાં આવનારા લોકો દ્વારા નોંધી શકાશે. અમે તેમાં જામીન, કસ્ટડી અને દંડની જોગવાઈ પણ રાખી છે.

triple talaq હવે બોલીને બતાવે જોય : "તલાક, તલાક, તલાક" તિન-તલાક બિલ રાજ્યસભામાં પણ પાસ

હવે બોલીને બતાવે જોય : “તલાક, તલાક, તલાક”

આમ તમામ ઉત્તર ચઢાવ અને ભારે ચર્ચાનાં અંતે પાછલા દિવસોમાં લોકસભામાંથી પસાર કરવામા આવેલ તિન-તલાક વિરોધી કાનુનનું બિલ રાજ્યસભામાંથી પણ અંતે પસાર થતા હવે કાયદાના રૂપમાં આમલી થશે. ત્યારે હવે તલાક, તલાક, તલાક કહીને છટકી જતા લેભાગુએને પુછવા બને કે હવે બોલો તો તલાક……….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.