Not Set/ હવે તો હદ થઇ ગઇ !!! બનાસકાંઠાનાંં પાંથાવાડામાં સગીરા પર સામુહિક દુષ્કર્મની નોંધાઇ ફરિયાદ

બનાસકાંઠામાંથી ફરી દુર્ભાગ્યપૂર્ણ દુષ્કર્મની ઘટના ઘટી હોવાની વિગતો સામે આવી રહી છે. દેશમાં શું થઇ રહ્યું છે તે સમજની પરે છે. રોજને રોજ દેશનાં કોઇને કોઇ ખુણે શિયળ લૂંટાઇ રહ્યું છે. નરાધમો માજા મુકી રહ્યા હોય તેમ દુષ્કર્મ બાદ દિકરીઓને જીવતી સળગાવી દેવામાં આવે છે, તો ક્યાંક દુષ્કર્મનાં આરોપી જામીન પર છુટી દુષ્કર્મ વેઠનાર પીડિતાને […]

Top Stories Gujarat Others
LEGAL.MARITALRAPE.www .goastreets.com e1570965244788 હવે તો હદ થઇ ગઇ !!! બનાસકાંઠાનાંં પાંથાવાડામાં સગીરા પર સામુહિક દુષ્કર્મની નોંધાઇ ફરિયાદ

બનાસકાંઠામાંથી ફરી દુર્ભાગ્યપૂર્ણ દુષ્કર્મની ઘટના ઘટી હોવાની વિગતો સામે આવી રહી છે. દેશમાં શું થઇ રહ્યું છે તે સમજની પરે છે. રોજને રોજ દેશનાં કોઇને કોઇ ખુણે શિયળ લૂંટાઇ રહ્યું છે. નરાધમો માજા મુકી રહ્યા હોય તેમ દુષ્કર્મ બાદ દિકરીઓને જીવતી સળગાવી દેવામાં આવે છે, તો ક્યાંક દુષ્કર્મનાં આરોપી જામીન પર છુટી દુષ્કર્મ વેઠનાર પીડિતાને જીવતી સળગાવી દે છે. ગુજરાતમાં ઉપરા છાપરી દુષ્કર્મની એક પછી એક ઘટના સામે આવી રહી છે. દુષ્કર્મની બનતી તમામ ઘટનામાં મોટે ભાગે સગીરા સાથે આ ઘ્રુણાસ્પદ ઘટના ઘટી રહી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ફરી બનાસકાંઠામાં આવી જ લાલછંન સમાન ઘટના સામે આવી રહી છે.

બનાસકાંઠાનાં પાંથાવાડા પોલીસ મથકે સામુહિક દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવવામાં આવી છે.  પ્રાપ્ત વિગતો અનુસાર દુર્ભાગ્યપૂર્ણ આ ઘટનાનો શિકાર પણ એક 14 વર્ષિય સગીરા હોવાનું સામે આવી રહ્યું છે. 14 વર્ષિય સગીરાનું અપહરણ કરી ત્રણ શખ્સો દ્વારા સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. બનાસકાંઠાનાં પાંથાવાડા વિસ્તારમાં એક આદિવાસી સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે.

બનાસકાંઠાનાં પાંથાવાડા વિસ્તારમાં એક 14 વર્ષિય આદિવાસી સગીરાનું બળજબરી પૂર્વક ગાડીમાં ઉઠાવી જઇ અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં નરાધમો દ્વારા સગીરાનું શિયળ લૂંટી લેવામાં આવ્યું હતું. અપહરણમાં ત્રણ શખ્સોની સંડોવણી પ્રાથમિક વિગતમાં બહાર આવી રહી છે. જ્યારે પોલીસ ફરિયાદ અનુસાર દુષ્કર્મ આચરનાર ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.  દુષ્કર્મની ફરિયાદ મળતા જ પાથવાડા પોલીસ મથકે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને પોલીસ દ્વારા તમામ આરોપીને પાંજરે પુરવા માટે કમર કસવામાં આવી છે.

એક તરફ ઉપરાષ્ટ્રપતિ પોતાનાં સંબોધનમાં મહિલા વિરુધ અપરાધને અંજામ આપનારા સામે સખત અને કડક પગલાની વાત કરી રહ્યા હતા અને બીજી ઘટી હશે આ ઘટના ? પૂર્વે પણ ગુજરાતનાં ગૃહમંત્રી દ્વારા કહેવામાં આવી રહ્યું હતું કે પગાલા લેવાશે, ફાંસીની સજા મળે તેવું સુનિશ્ચિત કરાશે, ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવાશે ત્યારે જ બીજી દિકરીનું શિયળ લૂંટાતું હતુંની ઘટના સામે આવી હતી.

હવે તો પ્રજામાં ચર્ચા થઇ રહી છે  કે, કાયદો અને વ્યવસ્થા છે કે શું ? સરકાર શું ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ જ ચલાવશે કે બળાત્કારીને ફાંસી સજા મળે તેવી કોશિશ જ કરશે કે બળાત્કાર થતા અટકાવવા પણ કશું કરશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.