Technology/ હવે સ્ક્રીન પર આવશે ચોકલેટ-પિઝા તમે ચાટીને માણી શકશો સ્વાદ……

જાપાનમાં એક એવો પ્રોટોટાઈપ ટીવીબનાવવામાં આવ્યું છે કે જે ખાવાના સ્વાદની નકલ કરે છે. આ અનોખા ટીવીની સોધ કરનારા પ્રોફેસરને તેનું નામ ‘ટેસ્ટ ધ ટીવી’ રાખ્યું છે

Tech & Auto
Untitled 61 હવે સ્ક્રીન પર આવશે ચોકલેટ-પિઝા તમે ચાટીને માણી શકશો સ્વાદ......

જાપાનના એક પ્રોફેસરે એક પ્રોટોટાઇપ લિકેબલ ટીવી સ્ક્રીન વિકસાવી છે જે ખોરાકના સ્વાદની નકલ કરી શકે છે.‘ટેસ્ટ ધ ટીવી’ તરીકે ઓળખાતા, ઉપકરણ ચોક્કસ ખોરાકના સ્વાદની રચના માટે 10 ફ્લેવર કેનિસ્ટરના કેરોયુઝલ સાથે આવે છે, રોઇટર્સે અહેવાલ આપ્યો છે.

આ પણ  વાંચો:સાવધાન! / ઓમિક્રોન બાદ હવે ડેલ્મિક્રોન વેરિઅન્ટનો કહેર, આ દેશ થયા પ્રભાવિત

જાપાનમાં એક એવો પ્રોટોટાઈપ ટીવીબનાવવામાં આવ્યું છે કે જે ખાવાના સ્વાદની નકલ કરે છે. આ અનોખા ટીવીની સોધ કરનારા પ્રોફેસરને તેનું નામ ‘ટેસ્ટ ધ ટીવી’ રાખ્યું છે. પ્રોફેસરે જણાવ્યું કે આ ટીવીને જોનારા લોકો 10 પ્રકારના સ્વાદનો અનુભવ કરી શકશે. તેમણે કહ્યું કે ‘ટીવી સ્ક્રીન પર તમે જો કોઈ ફૂડ આઈટમ જોઈ રહ્યા છો, તો તેને ચાટશો તો તમને તેના ઓરિજિનલ ટેસ્ટનો પણ અનુભવ થશે.’

આ પણ  વાંચો:બોઇલર બ્લાસ્ટ / વડોદરાની કંપનીમાં બોઇલર ફાટતા 4 લોકોનાં મોત,8ની હાલત ગંભીર

ટીવીની ટેસ્ટિંગ દરમિયાન યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ કહ્યું કે તેને ચોકલેટનો સ્વાદ ચાખવો છે. ત્યારબાદ સ્ક્રીન પર એક ચોકલેટની તસવીર દેખાડવામાં આવી અને યુવતીને તેને ચાટવાનું કહેવાયું. થોડીવારમાં યુવતીએ કહ્યું કે ટેસ્ટ ખુબ સારો છે અને દૂધની ચોકલેટ જેવું લાગે છે. પ્રોફેસર હોમી મિયાશિતા પાસે 30 લોકોની ટીમ છે. તેમણે એકલે હાથે આ ટીવી તૈયાર કર્યું છે. તેમણે જણાવ્યું કે આ ટીવીના કમર્શિયલ વર્ઝનને બનાવવામાં લગભગ 875 ડોલરનો ખર્ચો આવશે.