ગુજરાત/ લો હવે! હવે દેશનું રાષ્ટ્રીય પક્ષી મોર પણ સુરક્ષિત નથી, આ ગામમાં કરવામાં આવ્યો શિકાર

દેશમાં હવે લોકો રાષ્ટ્રીય પક્ષી મોરનો પણ શિકાર કરવા લાગ્યા છે. ઉનાથી માત્ર આઠ કિ.મી. દૂર નાના એવા સીલોજ ગામમાં ત્રણ શખ્સોએ મોરનો શિકાર કર્યો.

Gujarat Others
શિકાર

@કાર્તિક વાજા, મંતવ્ય ન્યૂઝ – ઊના

દેશમાં હવે લોકો રાષ્ટ્રીય પક્ષી મોરનો પણ શિકાર કરવા લાગ્યા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ઉનાથી માત્ર આઠ કિ.મી. દૂર નાના એવા સીલોજ ગામમાં ત્રણ શખ્સો દ્વારા મોરનો શિકાર થતો હોવાની બાતમી જશાધાર રેન્જનાર આર એફ ઓ જે.જી.પંડ્યાને મળી હતી. જે બાદ વનવિભાગનાં સ્ટાફે આજે મોરનો શિકાર કરનાર શિકારીનાં ઘરે તપાસ કરતા એક શખ્સ તેમના ઘરેથી એક મોરનો મૃતદેહ સાથે ઝડપાઇ ગયેલ જ્યારે બે શખ્સો નાશી છુટ્યા હોય તેમને પકડવા વનવિભાગ કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો – આરોપી ઝડપાયો /  સોશિયલ મીડિયાની અનસોશિયલ વાત, મહિલાઓને શિકાર બનાવતો આરોપી પોલીસના સંકજામાં

આ અંગે જાણવા મળતી વિગત મુજબ તાલુકાનાં સીલોજ ગામની સીમમાં છેલ્લા થોડા દિવસથી મનુ જીવા વાધેલા તથા અન્ય બે શખ્સો ગામની સીમમા રાષ્ટ્રીય પક્ષી ગણાતા મોરનો શિકાર કરવાની તૈયારીમાં હોય અને સીમ વિસ્તારમાં શિકારીઓ દ્વારા ઝેરી ઘઉં નાખેલા હોવાથી આ ઝેરી ઘઉં ખાતા બે મોરનાં મોત નિપજ્યા હતા. આ ત્રણેય શખ્સો મોરનાં મૃતદેહ લઇ મનુ જીવાનાં ઘરે રાખ્યા હોવાની જાણ જશશાધાર રેન્જનાં આર એફ ઓ જે.જી.પંડ્યાને થતા સ્ટાફનાં વિરાભાઇ ચાવડા, ભાવિકભાઇ સોલંકી તેમજ સરવૈયાભાઇ તાત્કાલીક સીલોજ ગામે પહોચી ગયા હતા. અહી જઇને તપાસ કરતા મનુ જીવાને તેમના ઘરેથી ઝડપી લીધેલા હતા. અને તેના ઘરની તલાસી લેવા એક મોરનો મૃતદેહ વનવિભાગને મળતા તેવો પણ ચોકી ઉઠેલા જ્યારે પકડાયેલા શિકારી સાથે સંડોવાયેલ બન્ને શખ્સો નાશી છુટ્યા હતા.

આ પણ વાંચો – સુરેન્દ્રનગર /  પાટડીના રામગ્રીની સીમમાં ઓકળામાં છુપાવેલો હાઇવે ચોરીનો મુદામાલ ઝડપાયો

ત્યારબાદમાં વનવિભાગે એક મોરનો મૃતદેહનો કબ્જો મેળવી જશાધાર એનિકલ કેર સેન્ટરે પીએમ માટે ખસેડેલા આ શિકારની ઘટનાની જાણ એસીએફ એન.જે. પરમારને કરાતા તેવો પણ જશાધાર મુકામે દોડી આવેલા અને તેમના મામર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ આર એફ ઓ દ્વારા કરવામાં આવેલા અને પકડાયેલા શિકારી મનુ જીવાને કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરેલા છે. અને રિમાન્ડની માંગણી કરી અત્યાર સુધીમાં કેટલા મોરને મોતને ઘાટ ઉતાર્યા અને નાશી છુટેલા શખ્સો સાથે કેટલા સમયથી શિકારી પ્રવૃતિમાં જોડાયેલા છે. તેવા વિવિધ મુદા સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે.