New Feature/ હવે વધશે ગ્રુપ એડમિનનો પાવર, જ્યારે તમે ઈચ્છો ત્યારે ગ્રુપમાંથી કોઈપણ મેસેજ ડિલીટ કરી શકો છો

કંપની એક એવા ફીચર પર કામ કરી રહી છે, જેના હેઠળ તમે ઈચ્છો ત્યારે ગ્રુપમાંથી કોઈપણ મેમ્બરના મેસેજને ડિલીટ કરી શકો છો.

Tech & Auto
Untitled 96 હવે વધશે ગ્રુપ એડમિનનો પાવર, જ્યારે તમે ઈચ્છો ત્યારે ગ્રુપમાંથી કોઈપણ મેસેજ ડિલીટ કરી શકો છો

જો તમે વોટ્સએપનો ઉપયોગ કરો છો અને આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ પર કોઈ ગ્રુપના એડમિન છો, તોખૂબ જ ટૂંક સમયમાં WhatsApp તમને એક અદ્ભુત શક્તિ આપવા જઈ રહ્યું છે. કંપની એક એવા ફીચર પર કામ કરી રહી છે, જેના હેઠળ તમે ઈચ્છો ત્યારે ગ્રુપમાંથી કોઈપણ મેમ્બરના મેસેજને ડિલીટ કરી શકો છો. આ ફીચરનું ટેસ્ટિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તે ખૂબ જ જલ્દી રિલીઝ થઈ શકે છે. જાણીએ શું છે આ ફીચર અને કેવી રીતે કામ કરશે.

આ પણ  વાંચો:IND vs WI ODI Series / આ બેટ્સમેન રોહિત શર્મા સાથે કરશે ઓપનિંગ, જાણો કયા નંબર પર રમશે કેએલ રાહુલ

મેટાની માલિકીની આ કંપની છેલ્લા કેટલાક દિવસોથી આ ફીચર પર કામ કરી રહી છે. આના પર ઘણા ટેસ્ટ કરવામાં આવ્યા છે. તે ટૂંક સમયમાં રિલીઝ થવાની ધારણા છે. આ ફીચરને મોડરેશન ફીચર કહી શકાય અને તે ટેલીગ્રામ પરના ફીચર જેવું જ હશે. તેના આવ્યા પછી, ગ્રુપ એડમિન તેના ગ્રુપના કોઈપણ સભ્યનો મેસેજ જ્યારે પણ તેને વાંધાજનક લાગશે ત્યારે તેને ડિલીટ કરી શકશે. ઘણા સમયથી ગ્રુપ માટે આ ફીચરની માંગ કરવામાં આવી રહી હતી. હવે લોકો તેની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો:કટાક્ષ / ઈમરાન ખાને નવજોત સિંહ સિદ્ધુને ત્યાંના પંજાબના સીએમ બનાવવા જોઈએઃબિક્રમ સિંહ મજીઠિયા

આ ફીચર સાથે જોડાયેલ એક સ્ક્રીનશોટ પણ વાયરલ થયો છે. આમાં બતાવવામાં આવ્યું છે કે જો ગ્રુપ એડમિન કોઈ મેસેજને ડિલીટ કરી શકે છે તો યુઝર્સ કેવા દેખાશે. એટલે કે તેની સામે કેવો મેસેજ આવશે. સ્ક્રીનશોટમાં મેસેજ ડિલીટ કર્યા પછી એક ટેક્સ્ટ દેખાયો, જેમાં લખ્યું હતું કે આ મેસેજ એડમિન દ્વારા ડિલીટ કરવામાં આવ્યો છે.