Not Set/ કરણ જોહરની ફિલ્મ માટે અનિલ કપૂર વધારશે વજન, જાણો કેવી છે ભુમિકા

મુંબઇ, બોલિવૂડના ફિટનેશ ફ્રિક એક્ટર અનિલ કપૂર જલ્દી વજન વધારશે. આવુ કરવા પાછળનું કારણ તેમનો નવો પ્રોજેક્ટ છે. આ નવા પ્રોજક્ટના ડાયરેક્ટર કરણ જોહર છે. ફિલ્મમાં અનિલ કપૂરનો રોલ ઘણો રસપદ હશે. આ માટે એક્ટર આગામી વર્ષથી એક બિલકુલ અલગ પ્રકારની ડાઈટ ફોલો કરશે. એક રીપોર્ટ અનુસાર કરણ જોહરની મલ્ટીસ્ટાર ફિલ્મ ‘તખ્ત’માં અનિલ કપૂર શાહજહાંનો […]

Uncategorized Entertainment
sx 1 કરણ જોહરની ફિલ્મ માટે અનિલ કપૂર વધારશે વજન, જાણો કેવી છે ભુમિકા

મુંબઇ,

બોલિવૂડના ફિટનેશ ફ્રિક એક્ટર અનિલ કપૂર જલ્દી વજન વધારશે. આવુ કરવા પાછળનું કારણ તેમનો નવો પ્રોજેક્ટ છે. આ નવા પ્રોજક્ટના ડાયરેક્ટર કરણ જોહર છે. ફિલ્મમાં અનિલ કપૂરનો રોલ ઘણો રસપદ હશે. આ માટે એક્ટર આગામી વર્ષથી એક બિલકુલ અલગ પ્રકારની ડાઈટ ફોલો કરશે.

Image result for karan johar takht

એક રીપોર્ટ અનુસાર કરણ જોહરની મલ્ટીસ્ટાર ફિલ્મ ‘તખ્ત’માં અનિલ કપૂર શાહજહાંનો કિરદાર નિભાવશે. આ રોલ માટે તેઓ તેમનો વજન વધારવા જઈ રહ્યા છે. વાત કરીએ કરણ જોહર નિર્દેશિત ફિલ્મ ‘તખ્ત’ની તો આ ફિલ્મમાં રણવીર સિંહ, કરીના કપૂર ખાન,આલિયા ભટ્ટ, વિકી કૌશલ, ભૂમિ પેડનેકર, ખણવી કપૂર અને અનિલ કપૂર મુખ્ય રોલમાં જોવા મળશે.

Related image

સ્ટારકાસ્ટ અને બેનરના કારણથી ઈતિહાસિક ફિલ્મ ”તખ્ત” ચર્ચામાં  આવી ચુકી છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મની સ્ટોરી સત્ય ઈતિહાસિક ઘટના પર આધારિત છે અને થોડા દિવસ પહેલા કરણે પોતે આ વાતની પુષ્ટિ કરી છે. તેઓએ જણાવ્યું કે ઈતિહાસની સ્ટોરી પર જ આધારીત છે. ફિલ્મ ઈતિહાસની ગરિમાને ધ્યાનમાં રાખીને બનાવામાં આવી રહી છે. કરણે કહ્યું કે “આ ફિલ્મ સત્ય ઈતિહાસિક ઘટના પર આધારિત છે. આ પૂરી રીતે ઈતિહાસમાં રહેલ છે અને એટલા માટે આ ફિલ્મને એ રીતે બનાવી મહત્વપૂર્ણ છે, જે રીતે તે ઘટના બની છે.

Image result for takht anil kapoor