ભાવનગરમાં ખાનગી મીની બસનો અકસ્માત થયો હોવાની ઘટના બની છે. વલ્લભીપુરનાં ચમારડી જતા રસ્તા પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં 4 લોકોનાં મોત થયાં છે.
વળી, 30થી વધુ લોકોને નાની-મોટી ઇજા થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે 108ની ત્રણ ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી કરી હતી.
અકસ્માતની જાણ થતા વલ્લભીપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ડ્રાયવરે સ્ટેરિંગ પરથી કાબુ ગમાવતા મીની પ્રાઇવેટ બસમાં નાળામાં બાબકી જતા 4 મુસાફરોના મોત થયા છે.
આપસપાસના ગામ લોકોના ટોળે ટોળા મદદ માટે આવી પહોંચ્યા હતા. ડ્રાયવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ પરથી આશરે 25 ફૂટ ઉંડા ખાડામાં બસ ખાબકી હતી. 30 જેટલા લોકોને ઇજાઓ થતા ત્રણ જેટલી 108ની ટીમ દ્વારા તેમને સારવાર આપવામાં આવી રહી છે.