Not Set/ NTRO નાં નવા ચીફ બન્યા અનિલ ધસ્માના, આજે સંભાળશે નવી જવાબદારી

રિસર્ચ એન્ડ એનાલિસ્ટ વિંગના પૂર્વ વડા અનિલ ધસ્માનાની નેશનલ ટેકનીકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (એનટીઆરઓ) ના નવા વડા તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. અનિલ ધસ્માના શનિવારે પદ સંભાળશે. તેમનો કાર્યકાળ 65 વર્ષની વય સુધી રહેશે અને તેઓ એનટીઆરઓ સેવા આપતા રહેશે. જણાવી દઈએ કે, આ તે સંસ્થાઓ છે જેના પર ભૂ-સ્થાનિક અને સેટેલાઈટ તસ્વીરની જવાબદાર હોય છે. […]

Uncategorized
d593698e88bf4aac6d12fea74995cf78 1 NTRO નાં નવા ચીફ બન્યા અનિલ ધસ્માના, આજે સંભાળશે નવી જવાબદારી

રિસર્ચ એન્ડ એનાલિસ્ટ વિંગના પૂર્વ વડા અનિલ ધસ્માનાની નેશનલ ટેકનીકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (એનટીઆરઓ) ના નવા વડા તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. અનિલ ધસ્માના શનિવારે પદ સંભાળશે. તેમનો કાર્યકાળ 65 વર્ષની વય સુધી રહેશે અને તેઓ એનટીઆરઓ સેવા આપતા રહેશે. જણાવી દઈએ કે, આ તે સંસ્થાઓ છે જેના પર ભૂ-સ્થાનિક અને સેટેલાઈટ તસ્વીરની જવાબદાર હોય છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળની નિમણૂક સમિતિએ ધસ્માનાની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. ધસ્માના આગામી બે વર્ષ એનટીઆરઓનું નેતૃત્વ સંભાળશે. ધસ્માના ઇન્ટેલિજન્સ બ્યુરોના પૂર્વ અધિકારી સતીષ ઝાની જગ્યા લેશે. જણાવી દઈએ કે ગુરુવારે સતીષ ઝાને કાર્યમુક્તિ મળી છે.

મધ્યપ્રદેશ કેડરના 1981 બેચના આઈપીએસ અધિકારી ધસ્માનાને બલુચિસ્તાન, આતંકવાદ અને ઇસ્લામિક મામલામાં નિપુણતા માનવામાં આવે છે. તેમને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં કામ કરવાનો પણ એક વિશાળ અનુભવ છે. તેમણે લંડન અને ફ્રેન્કફર્ટ સહિત વિશ્વના ઘણા દેશોની રાજધાનીઓમાં સેવા આપી છે અને સાર્ક અને યુરોપ ડેસ્ક પણ સંભાળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.