Bollywood/ જ્હાનવી કપૂરના બોયફ્રેન્ડ સાથે અજય દેવગનની દીકરીએ કરી પાર્ટી, જુઓ ન્યાસાનો બોલ્ડ અંદાજ

બોલિવૂડ એક્ટર અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસા દેવગનની નવી તસવીરો સામે આવી છે, જેમાં તે મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં તેની સાથે ઓરહાન અવાત્રામણી પણ જોવા મળી રહી છે.

Entertainment
ન્યાસા

બોલિવૂડ સ્ટાર્સના બાળકો ઘણીવાર ચર્ચામાં રહે છે, પછી તે તેમની સ્ટાઈલ હોય કે નવી તસવીરો સામે આવી હોય. હવે અજય દેવગન અને કાજોલની પુત્રી ન્યાસા દેવગનના નવા ફોટા સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ તસવીરોમાં તે તેના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં તેની સાથે ઓરહાન અવાત્રામણી પણ જોવા મળે છે.

આ લુકમાં મળ્યા જોવા

ન્યાસાની જે નવી તસવીરો સામે આવી છે તેમાં તે ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે. ન્યાસા આ ફોટોઝમાં વ્હાઇટ કલરની ફુલ સ્લીવ ક્રોપ ટોપ પહેરેલી જોવા મળી રહી છે. આ તસવીરોમાં ન્યાસા સાથે ઓરહાન અવાત્રામણી પણ જોવા મળી રહી છે. ઓરહાને આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જાણીતું છે કે ઓરહાનનું નામ અભિનેત્રી જ્હાનવી કપૂર સાથે જોડાયું છે. જોકે ઓરહાનની દોસ્તી સારા અલી ખાન, શનાયા કપૂર, નવ્યા નંદા, સુહાના ખાન સહિત ઘણા સ્ટાર કિડ્સ સાથે છે.

nys3 0 જ્હાનવી કપૂરના બોયફ્રેન્ડ સાથે અજય દેવગનની દીકરીએ કરી પાર્ટી, જુઓ ન્યાસાનો બોલ્ડ અંદાજ

કનિકા કપૂરની રિસેપ્શન પાર્ટીમાં મળી હતી જોવા

ન્યાસાના આ ફોટામાં જોઈ શકાય છે કે ત્યારથી તે કેટલી બદલાઈ ગઈ છે. ફેન્સ તેની તસવીરો પર કોમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે અને તેઓ કહે છે કે ત્યારથી ન્યાસા ઘણી બદલાઈ ગઈ છે. આ પહેલા ન્યાસા બોલિવૂડ સિંગર કનિકા કપૂરની રિસેપ્શન પાર્ટીમાં જોવા મળી હતી અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ન્યાસા અહીં પિંક કલરના ડીપ નેક લોંગ બોડી ફીટ ગાઉન પહેરીને પહોંચી હતી. આ લુક સાથે તેણે નાનકડો નેકલેસ અને હૂપ્સ પહેર્યા હતા. આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી. આ દરમિયાન તે તેના મિત્રો ઓરહાન અવાત્રામણી અને વેદાંત મહાજન સાથે જોવા મળી હતી.

nys જ્હાનવી કપૂરના બોયફ્રેન્ડ સાથે અજય દેવગનની દીકરીએ કરી પાર્ટી, જુઓ ન્યાસાનો બોલ્ડ અંદાજ

nys1 જ્હાનવી કપૂરના બોયફ્રેન્ડ સાથે અજય દેવગનની દીકરીએ કરી પાર્ટી, જુઓ ન્યાસાનો બોલ્ડ અંદાજ

ન્યાસા સ્વિત્ઝરલેન્ડથી અભ્યાસ કરી રહી છે

આપને જણાવી દઈએ કે ન્યાસા હાલમાં સ્વિટ્ઝરલેન્ડના ગ્લીએન ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાયર એજ્યુકેશનમાં ઈન્ટરનેશનલ હોસ્પિટાલિટીનો અભ્યાસ કરી રહી છે. તે આ વર્ષે એપ્રિલમાં 19 વર્ષની થઈ હતી. આ પહેલા તેણે યુનાઈટેડ વર્લ્ડ કોલેજ ઓફ સાઉથ ઈસ્ટ એશિયા, સિંગાપોરમાં અભ્યાસ કર્યો હતો. વર્ષ 2018 માં, અજય-કાજોલે સિંગાપોરમાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યું જેથી ન્યાસા આરામથી વિદેશમાં અભ્યાસ કરી શકે.

આ પણ વાંચો:આત્મહત્યાના ફેક ન્યૂઝથી પરેશાન છે ઉર્ફી જાવેદ, લખ્યું- ‘પહેલા જાનથી મારી નાખવાની ધમકી, હવે આ’

આ પણ વાંચો:લગ્ન પહેલા સેક્સ અને પ્રેગ્નન્સી અંગે દિયા મિર્ઝા કહ્યું કંઇક આવું….

આ પણ વાંચો:હેમા માલિનીને ઘરની બહાર નીકળતા કેમ લાગે છે ડર, કહ્યું કઈ વાતને લઈને છે પરેશાન