Not Set/ અલ્યા, લુચ્ચા વરસાદ…! તારું આ છેલ્લું માન-સન્માન છે…હો..!!

ગુજરાત માંથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. જતા જતા પણ વરસાદ વાદળીયું ડોક્યું કરી રહ્યો છે.ત્યારે હાલના લક્ષણો ચોમાસાની વિદાયના તો ચોક્કસ છે. પરંતુ હજી દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ છે. બે દિવસમાં બાદ સાચી પરિસ્થિતિ સ્પષ્ટ થશે કે શું થશે. આ સીઝનમાં ગુજરાતમાં 141 ટકા વરસાદ નોંધાયો છે. અને વરસાદ 40 કરતા પણ […]

Uncategorized
pjimage 14 અલ્યા, લુચ્ચા વરસાદ...! તારું આ છેલ્લું માન-સન્માન છે...હો..!!

ગુજરાત માંથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. જતા જતા પણ વરસાદ વાદળીયું ડોક્યું કરી રહ્યો છે.ત્યારે હાલના લક્ષણો ચોમાસાની વિદાયના તો ચોક્કસ છે. પરંતુ હજી દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ છે. બે દિવસમાં બાદ સાચી પરિસ્થિતિ સ્પષ્ટ થશે કે શું થશે. આ સીઝનમાં ગુજરાતમાં 141 ટકા વરસાદ નોંધાયો છે. અને વરસાદ 40 કરતા પણ વધારે દિવસો વધુ રોકાયો છે. ત્યારે…….

અલ્યા, લુચ્ચા વરસાદ…!
તારું આ છેલ્લું માન-સન્માન છે…હો..!!
તારા નામ પર આ છેલ્લીવાર ભજીયા બનાવ્યા છે…!!!
પણ યાદ રાખજે. ..અતિની કોઈ ગતિ નથી હોતી…!

ભલે અમે તને મે’માન કરતાંય વધુ માન આપીએ…
પણ એ મેમાન પાંચ-પંદર દિ’ સારા લાગે. કાયમ તો કોને ગમે..?! ઘરના લોકોનેય પોતાના કામકાજ હોય કે નઈ..?

રાજકોટમાં તે એક સો બે વર્ષનો રેકોર્ડ તોડ્યો એ બરાબર છે, સમજી શકાય કે તારામાં પણ માણસની જેમ નવો રેકોર્ડ કરવાની ભૂખ હોય…લાલચ હોય… જીજીવિષા હોય…!

પણ હવે કયો રેકોર્ડ તોડવો બાકી છે…??

ગુજરાતમાં તો 141 ટકા વરસાદ પડ્યાનાં બોલથી લોકો રોમાંચીત થઇ જાય છે…!!
સાવ…નવરો જ હોય એમ રોજ ઊભો જ હોય છે તે…!!

ક્યારેક ઝરમર તો ક્યારેક ફોરા…
ક્યારેક ધોધમાર તો ક્યારેક ધીમીધાર…
ક્યારેક અનરાધાર તો ક્યારેક સાંબેલાધાર…
બસ, વરસ્યા જ કરવાનું…!!!

ઠીક છે, જગતનો તાત ખુશ છે તારાથી..
પણ ઉધોગ ધંધા કે રોજગારનું પણ વિચાર ભાઈ..!
લારી-રેંકડી કે નાના ઠેલા ચલાવી રોજનું કમાઈ ખાતા અને એ રીતે ગુજરાન ચલાવતા નાનાનાના રોજમદારો કે કારીગરો ક્યાં જાય..?? અરજદારોને ઓફિસના પણ કોઈ કામ ન થાય…!!

તને ખબર છે, હમણાં તો વળી PUC, ઇન્સ્યોરન્સ, લાયસન્સ, હેલ્મેટ વગેરેના કામેય વધ્યા છે..?!
એક તો સરવર ડાઉન હોય ને પાછો તું ખાબકે એટલે તો બધુંય સાવ ઠપ્પ.

સ્કૂલે જતાં નાના છોકરીઓનો તો વિચાર કર…!
મોંર્નિંગ કે ઈવનિંગ વોક કરનારા પણ કંટાળ્યા છે તારાથી.

અને ખેલૈયાઓએ તો બે-ત્રણ દિવસ સહન પણ કરી લીધો તને….
જોકે, પાછળથી તે રંગ પણ રાખ્યો અને તેથી જ તારો આભાર પણ માન્યો…

અમારેય બીજું કાંઈ કામકાજ હોય કે નહીં..???

હા, તું પહેલી વાર આવ ત્યારે સ્વાભાવિક છે ખૂબ વ્હાલો લાગે. તારા પહેલા આગમનની છડી પોકારતા મોરલાના ટહુકા કેટલા મીઠાં લાગતા હોય છે…! તારા ધરતી સાથેના પ્રથમ મિલનની માટીની એ ભીની ખુશ્બૂ તો કેમ ભુલાય..!

પરદેશ ગયેલા પિયુની વાટ જોઈને કૃશ થઈ ગયેલી કાયા વાળી નવયૌવના જ્યારે ઓચિંતો જ પિયુને આવતો જુવે અને હર્ષથી તેની કાયા ફાટફાટ થવા લાગે… તેમ તારા ઇંતજારમાં સુક્કીભઠ થઈ ગયેલી ધરતી પણ તારા આગમનથી પુલકિત થઈ નવયૌવનની જેમ સોળે કળાએ ખીલી ઉઠે છે… સોળે શણગાર સજે છે. નદી-નાળા, પર્વતો,જંગલોમાં પણ તારા આવવાથી જ જાણે કે નવપલ્લવિત થાય છે. વન-વનરાઈ, પશુ-પક્ષીઓ પણ તારા આગમનનો કેવો રાજીપો વ્યક્ત કરે છે..!?

અને સોળ વર્ષની કન્યાની તો શું વાત કરું..?
જુવાનીના તોરમાં તારું ઝેર ભળે પછી તો પૂછવું જ શું..?

જેની પાછળ દુનિયા દિવાની છે, તે હિરોઈનોય કેવી તારી દીવાની છે નઈ…?!

તે દિલબર… દિલબર… વાળી મિસ યુનિવર્સ સુસ્મિતા હોય કે બરસો રે મેઘા મેઘા.. વાળી મિસ વર્લ્ડ ઐશ્વર્યા..!
બહેકી… બહેકી…મહોબત વાળી કેટરીના કૈફ હોય કે
ટીપ ટીપ બરસા પાની… વાળી રવિના…

બધા જ તારા કાયલ છે… તારી પાછળ પાગલ છે.
ટૂંકમાં, સારીયે સૃષ્ટી તને ભરપૂર ચાહે છે.
પણ આગમન થાય એની વિદાય પણ હોય, તે પણ નક્કી છે………. છે કે નહીં…………
અને એ જ સનાતન સત્ય છે ભાઈ…

‘બધો આધાર છે એના જતી વેળાના જોવા પર
મિલનમાં નથી મળતા મહોબ્બતના પુરાવાઓ ‘

તને ભરપૂર પ્રેમ કરીએ છીએ અમે…
પણ પ્રેમમાં મિલનની જેમ વિરહની પણ એક મજા છે.

તું જઇશ તો તારી આવવાની ઇંતેજારી થશે……..

માટે જ કહું છું.

અગલે બરસ તું જલ્દી આ…
પણ અત્યારે હવે મહેરબાની કરીને તું જા………

 

@ sejal Patel અલ્યા, લુચ્ચા વરસાદ...! તારું આ છેલ્લું માન-સન્માન છે...હો..!!ની કલમનાંં સથવારે………….

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન