મહિસાગર જિલ્લામાં સરકાર શ્રી નાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દિવ્યાંગ કેમ્પના નામે દિવ્યાંગ લોકોની મજાક ઉડાવવામાં આવી રહી છે. બે મહિનામાં ત્રણ દિવ્યાંગ કેમ્પ યોજાયા, પરંતુ ત્રણે કેમ્પોમાં ડોક્ટર જ ન આવ્યા. જો ડોક્ટર જ નથી આરોગ્ય વિભાગ પાસે તો આવા કેમ્પની યોજના આમલી કરવાનું કારણ શુું ? શું આમા પણ કંઇક રંધાય છે ?
મહિસાગર જિલ્લામાં સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જિલ્લામાં રહેતા દિવ્યાંગ લોકો નો કેમ્પ શનિવારે, કડાણા ખાતે આવેલા સરકારી હોસ્પિટલ માં રાખવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે પણ પૂર્વની બે વખતની જેમ જ કોઇ ડોક્ટર જ ન આવતા દૂરદૂરથી સવારે 9:00 કલાકે, હોસ્પિટલ ખાતે કેમ્પમાં ભાગ લેવા મોટી સંખ્યામાં આવેલા દિવ્યાંગો સાથે મજાક કરાઇ હોવાની લાગણી ઉદ્દભવેલી છે. અને વિકલાંગોને ભૂખ્યા અને તરસ્યા હેરાન પરેશાન થવું પડ્યું હતું કડાણા સરકારી હોસ્પિટલ ના સત્તા ઘીસોને પણ વિકલાંગો પૂછવા ગયા, પરંતુ યોગ્ય જવાબ પણ ન મળ્યો. ત્યારે સતત ત્રીજા કેમ્પમાં પણ ડોક્ટર ના આવતા વિકલાંગ લોકો આરોગ્ય તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.
આ સંદર્ભે વિક્લાંગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ નાયબ નિયામક વડોદરા દ્વારા મહિસાગર જિલ્લામાં પાંચ વિકલાંગ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રણ કેમ્પ યોજાયા એક સંતરામપુર બે બાલાસીનોર અને ત્રીજો કેમ્પ આજ રોજ કડાણા ના સરકારી હોસ્પિટલ ખાતે યોજાયો. પરંતુ આ ત્રણેય કેમ્પો માં ડોક્ટર ન આવ્યા. આ ત્રણેય જગ્યા ના કેમ્પો માં ખુબ મોટી સંખ્યામાં વિકલાંગો દૂરથી આવ્યા પરંતુ આ ત્રણે કેમ્પોમાં ડોક્ટર જ હાજર ન રહેતા સવારે 9:00 કલાકે આવેલા વિકલાંગો ડોક્ટર ની રાહ જોઈ સાંજે દવાખાનું બંધ થાય તે સમયે નિરાશ થઈને પરત ઘરે ફરવું પડ્યું આખરે કેમ ડોક્ટર હાજર ન રહ્યા કેમ દિવ્યાંગ લોકો સાથે કેમ્પ ના નામે મજાક થઈ રહ્યો છે આવા અનેક સવાલો દિવ્યાંગ લોકોમાં ઉઠવા પામ્યા છે.
હજુ બાકી રહેલ બે કેમ્પો માં ડોક્ટર આવશે? કે પછી તે તો આગામી કેમ્પમાં જ ખબર પડશે.
——@ મિત્તલ ભાટિયા, પત્રકાર, મંતવ્ય ન્યૂઝ(મહીસાગર)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
