Ahmedabad News/ ઓઢવની સ્ટીલ ફેક્ટરીમાં ખુલ્લી લિફ્ટ બની કાળ, 42 વર્ષીય મહિલા શ્રમિકનું મોત

Odhav Factory Accident: અમદાવાદના ઓઢવમાં આવેલી સ્ટીલ ફેક્ટરીમાં ખુલ્લી લિફ્ટ જીવલેણ બની! 42 વર્ષીય મહિલા શ્રમિક સીમાદેવીનું ગંભીર ઈજાઓને કારણે મોત થયું. મૃતકના પતિની ફરિયાદ બાદ ફેક્ટરીના માલિક અને કારીગર સામે બેદરકારીનો ગુનો નોંધાયો.

Top Stories Ahmedabad Gujarat
Odhav Factory Accident: 42 વર્ષીય મહિલા શ્રમિકનું મોત

Ahmedabad News: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી વિજય એસ્ટેટની ગજાનંદ સ્ટીલ ફેક્ટરીમાં (Gajanan Steel Factory) કામ દરમિયાન થયેલા અકસ્માતમાં 42 વર્ષીય (Odhav Factory Accident) મહિલા શ્રમિક સીમાદેવીનું મોત નીપજ્યું હતું. માલસામાનની હેરફેર માટે ઉપયોગમાં લેવાતી ખુલ્લી લિફ્ટની અડફેટે મહિલા ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. આ મામલે મૃતકના પતિની ફરિયાદના આધારે પોલીસે ફેક્ટરીના માલિક અને કારીગર સામે બેદરકારીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Odhav Factory Accident: પાણીનો જગ લેવા માટે લિફ્ટ ચાલુ કરતાં દુર્ઘટના

મળતી માહિતી મુજબ, સીમાદેવી છેલ્લાં ચાર વર્ષથી ફેક્ટરીના પેકિંગ વિભાગમાં કામ કરતાં હતાં. ગત 25 સપ્ટેમ્બરે કારખાનામાં પાણી પહોંચાડનાર વ્યક્તિ આવ્યો હતો. તે સમયે ઉપરના માળે કામ કરતા કારીગર અંશુમનસિંગ રાજપુતે પાણીના જગ લેવા માટે માલસામાનની લિફ્ટ નીચે તરફ ચાલુ કરી હતી. ફરિયાદમાં આક્ષેપ (Factory Owner Negligence) કરાયો છે કે લિફ્ટ ચાલુ કરતાં પહેલાં નીચેની સ્થિતિ તપાસવામાં આવી નહોતી.

લિફ્ટ ચહેરા પર અથડાતાં ગંભીર ઈજા, હોસ્પિટલમાં મોત

આ દરમિયાન વચ્ચેના માળે કામ કરી રહેલાં સીમાદેવી પાણીનો જગ નીચે આપવા માટે લિફ્ટના ખાંચા પાસે ગયાં હતાં. એ જ સમયે ઉપરથી નીચે આવી રહેલી લિફ્ટ તેમના ચહેરાના જમણા ભાગે જોરથી અથડાઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલાં સીમાદેવીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર (Woman Worker Death) કર્યાં હતાં.

સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારીના આક્ષેપ

અકસ્માત બાદ ઓઢવ પોલીસે શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ફેક્ટરીમાં ખુલ્લી લિફ્ટની સુરક્ષા વ્યવસ્થા (Open Lift Accident) અને તેના સંચાલન અંગે બેદરકારીના આક્ષેપો સામે આવ્યા હતા. આ મામલે ફેક્ટરીના માલિક રણજીત મોદી અને લિફ્ટ ચલાવનાર કારીગર અંશુમનસિંગ રાજપુતની ભૂમિકા તપાસ હેઠળ આવી છે.

મૃતકના પતિની ફરિયાદ બાદ પોલીસ કાર્યવાહી

મૃતકના પતિ પ્રદીપકુમાર પાલની ફરિયાદના આધારે ઓઢવ પોલીસે ફેક્ટરીના માલિક રણજીત મોદી અને કારીગર અંશુમનસિંગ રાજપુત સામે બેદરકારીને કારણે મોત નીપજાવવાના આરોપસર ગુનો નોંધ્યો છે. પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: લક્ઝરી લાઇફસ્ટાઇલને લઈને ચર્ચામાં શ્રદ્ધા દુબે, શિવા શર્માના મોતની તપાસમાં પોલીસને મળ્યાં અનેક સંકેતો

આ પણ વાંચો: ચિત્રકૂટમાં પ્રેમપ્રકરણની અદાવતમાં ફાયરિંગ, યુવતીનાં કાકીનું મોત; કાકાની હાલત ગંભીર

આ પણ વાંચો: દિલ્હી મેટ્રોમાં મારામારી બાદ પવન શર્માનું મોત, નિવૃત્ત IAS અધિકારી અને પુત્રની ધરપકડ