ગુજરાત/ સોમવારથી ઓફલાઇન વર્ગો ફરી શરૂ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી જાહેરાત

જરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો છે. જેને ધ્યાને લઈને ગુજરાતમાં ફરી સ્કૂલો શરૂ થવા જઈ રહી છે..સોમવારથી ધોરણ 1થી 9 નાં ઓફલાઈન વર્ગો શરૂ થશે.શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

Top Stories Gujarat
સ્કૂલો

ગુજરાતમાં ઓફલાઇન વર્ગો ફરી શરૂ થશે
ધોરણ 1થી 9ના ઓફલાઇન વર્ગો શરૂ થશે
સોમવારથી વિદ્યાર્થીઓ જશે સ્કૂલ
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી જાહેરાત

ગુજરાતમાં ઘણા દિવસોથી કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો છે. જેને ધ્યાને લઈને ફરી સ્કૂલો શરૂ થવા જઈ રહી છે..સોમવારથી ધોરણ 1થી 9 નાં ઓફલાઈન વર્ગો શરૂ થશે.શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.જો કે, વાલીનું NOC ફરજીયાત લેવું પડશે

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કોરોનાથી રાહત, 1 મહિના પછી 15 હજારથી ઓછા કેસ…

રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ 1થી 9 ની શાળાઓ ફરી શરૂ કરવા અંગેની માહિતી ટ્વીટ દ્વારા આપી હતી. સોમવારથી રાજ્યમાં ઓફલાઇન વર્ગો શરૂ થશે. શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ આ અંગે જાહેરાત કરી હતી. કોરોનાના કેસ ઘટતાની સાથે જ સરકાર દ્વારા નિયંત્રણો ઓછા કરવામાં આવી રહ્યા છે.

હવે શાળાઓ પરથી પણ નિયંત્રણો ઘટાડવામાં આવી રહ્યા છે. ખાનગી શાળા સંચાલકો અને અન્ય મંડળો દ્વારા શિક્ષણ કાર્ય શરૂ કરવા માટે વારંવાર રજુઆતો કરી હતી.

આપ જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનાં 1.27 લાખ નવા કેસ નોંધાયા છે. વળી, પોઝિટિવિટી રેટ ઘટીને 8 ટકા પર આવી ગયો છે. હાલમાં પોઝિટિવિટી રેટ 7.98 છે. ભારતમાં હાલમાં કોરોનાનાં 13,31,648 સક્રિય કેસ છે. વળી, રિકવરી રેટ 95.64 ટકા નોંધાયો છે. ગઈકાલે દેશમાં 1,27,952 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 1,059 પીડિતોનાં મોત થયા હતા. આ દરમિયાન 2,30,814 લોકો સાજા થયા છે, જેના કારણે અત્યાર સુધીમાં સાજા થયેલા લોકોનો આંકડો 4,02,47,902 પર પહોંચી ગયો છે. હાલમાં રિકવરી રેટ 95.64% છે. હાલમાં 13,31,648 દર્દીઓ સારવાર હેઠળ છે.

આ પણ વાંચો: ઓમિક્રોન ઉંદરોમાંથી માણસોમાં પસાર થયોછે? નવા અભ્યાસમાં દાવો

આ પણ વાંચો:આતંકવાદી અબુ બકરની UAEમાં ધરપકડ, સરકાર ભારત લાવવાની તૈયારીમાં…..