Wrestlers Protest/ રેસલિંગ એસોસિએશનના કામની તપાસ માટે ઓલિમ્પિક એસોસિએશને બનાવી કમિટી, IOA ચીફે કુસ્તીબાજોના પ્રદર્શન પર કહી આ વાત

ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ ગુરુવારે (27 એપ્રિલ) કુસ્તીબાજોના વિરોધ વચ્ચે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના કામની દેખરેખ રાખવા માટે બે સભ્યોની એડહોક સમિતિની રચના કરી હતી

Top Stories Sports
11 18 રેસલિંગ એસોસિએશનના કામની તપાસ માટે ઓલિમ્પિક એસોસિએશને બનાવી કમિટી, IOA ચીફે કુસ્તીબાજોના પ્રદર્શન પર કહી આ વાત

ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ ગુરુવારે (27 એપ્રિલ) કુસ્તીબાજોના વિરોધ વચ્ચે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના કામની દેખરેખ રાખવા માટે બે સભ્યોની એડહોક સમિતિની રચના કરી હતી. IOA એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય ભૂપેન્દ્ર સિંહ બાજવા અને એસોસિએશનની ઉત્કૃષ્ટ લાયકાત ધરાવતી ખેલાડી સુમા શિરુરને આ બે સભ્યોની સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. આ હંગામી સમિતિ દ્વારા આ બે લોકો હાલ માટે કુસ્તી મહાસંઘના કાર્યાલયની જવાબદારી નિભાવશે.

ભવિષ્યની ચૂંટણીઓ માટે આ સમિતિમાં હાઇકોર્ટના નિવૃત્ત જજને પણ સામેલ કરવામાં આવશે, જેમની દેખરેખ હેઠળ ચૂંટણી યોજાશે. આ સમિતિ ખેલાડીઓની પસંદગી અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરશે. જયારે  7 મેના રોજ યોજાનારી રેસલિંગ ફેડરેશનની ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. ચૂંટણીની નવી તારીખ એડહોક કમિટી નક્કી કરશે. આ તમામ નિર્ણયો ગુરુવારે પીટી ઉષાની અધ્યક્ષતામાં ભારતીય ઓલિમ્પિક સંઘની ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવ્યા હતા.

મીટિંગ દરમિયાન, પીટી ઉષાએ કુસ્તીબાજો દ્વારા વિરોધને રાજકીય રંગ આપવાના કથિત પ્રયાસ અંગે નિરાશા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું, “જે વિરોધ કરી રહ્યા છે તે પ્રખ્યાત કુસ્તીબાજો છે, જેમણે દેશનું નામ રોશન કર્યું છે. અમારી રમત-ગમત અને ખેલાડીઓના હિત અને દેશની છબીની રક્ષા કરવાની તેમની સમાન જવાબદારી છે. જો કે, તેઓ (કુસ્તીબાજો) ધરણા પર બેઠા છે, તમામ રાજકીય પક્ષોને તેમની સાથે જોડાવા માટે કહે છે, આ મારા માટે નિરાશાજનક પગલું છે.