Not Set/ ઉમર અબ્દુલ્લાએ મોદી સરકાર પર નિશાન સાંધતા કહ્યું કે તાલિબાનને આતંકવાદી સંગઠન માને છે કે નહી

અબ્દુલ્લાએ કહ્યું કે સરકારે જણાવવું જોઈએ કે તે તાલિબાનને આતંકવાદી સંગઠન માને છે કે નહીં. ઉમર અબ્દુલ્લાએ કહ્યુ કે જો તે આતંકવાદી જૂથ છે તો પછી તમે તેની સાથે કેમ વાત કરી રહ્યા છો?

India
umar abdullaha ઉમર અબ્દુલ્લાએ મોદી સરકાર પર નિશાન સાંધતા કહ્યું કે તાલિબાનને આતંકવાદી સંગઠન માને છે કે નહી

અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કબજો કરી લીધા બાદ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચ્યો છે અને બીજી બાજુ તાલિબાનોને સમર્થન આપવું કે કેમ તેની મૂંઝવણમાં અનેક દેશો જાેવા મળી રહ્યા છે ત્યારે  કતારમાં  તાલિબાન નેતા સાથે ભારતીય રાજદૂતની પ્રથમ ઔપચારિક બેઠક મંગળવારે થઈ હતી. સરકાર તરફથી આ અંગે માહિતી આપવામાં આવી કે આ દરમિયાન અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયની સુરક્ષા અને પરત ફરવાની ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન, તાલિબાન સાથે વાત કરવા વિશે સરકાર હવે વિપક્ષી પાર્ટીઓના નિશાના પર આવી ગઈ છે.

નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે સરકારે જણાવવું જોઈએ કે તે તાલિબાનને આતંકવાદી સંગઠન માને છે કે નહીં. ઉમર અબ્દુલ્લાએ કહ્યુ કે જો તે આતંકવાદી જૂથ છે તો પછી તમે તેની સાથે કેમ વાત કરી રહ્યા છો? જો તમે તેને આતંકવાદી સંગઠન નથી માનતા તો સંયુક્ત રાષ્ટ્ર જાઓ અને તેને ત્યાંથી આતંકવાદી સંગઠનની યાદીમાંથી હટાવી દો. પહેલા તમારું મન બનાવો.ઉમર અબ્દુલાએ સરકાર પર પ્રહાર કતાં કહ્યું કે દેશ તાલિબાનને આતકવાદી સંગઠન માને છે કે નહિ તે બાબતે સ્પષટતા કરવી જોઇએ.