Not Set/ તાલિબાનોનું સમર્થન કરતાં ભારતના મુસ્લિમોની અભિનેતા નસીરૂદ્દીન શાહે સખત શબ્દોમાં ટીકા કરી

એક્ટર નસીરુદ્દીન શાહે તાલિબાનનું સમર્થન કરી રહેલા ભારતીય મુસ્લિમોની સખત શબ્દોમાં ટીકા કરી  છે. તેમણે બુધવારે એક વીડિયો રિલીઝ કર્યો છે

Entertainment
film તાલિબાનોનું સમર્થન કરતાં ભારતના મુસ્લિમોની અભિનેતા નસીરૂદ્દીન શાહે સખત શબ્દોમાં ટીકા કરી

 અફઘાનિસ્તા પર તાલિબાનોએ કબજો કરી લીધો છે ત્યારે ભારતના કેટલાક કટ્ટરવાદી વિચારસરણી વાળા મુસ્લિમો તાલિબાનોનું સમર્થન કરી અને ખુશી વ્યકત કરી રહ્યા છે ત્યારે  એક્ટર નસીરુદ્દીન શાહે તાલિબાનનું સમર્થન કરી રહેલા ભારતીય મુસ્લિમોની સખત શબ્દોમાં ટીકા કરી  છે. તેમણે બુધવારે એક વીડિયો રિલીઝ કર્યો છે. એ વીડિયોમાં તેમણે ભારતીય મુસ્લિમો અને દુનિયાના બાકીના વિસ્તારોમાં ફેલાયેલા ઇસ્લામ વચ્ચેનો તફાવત સમજાવ્યો છે.

નસીરુદ્દીન શાહે સવાલ પૂછ્યો છે કે તાલિબાનની તરફેણ કરનારા ભારતીય મુસલમાનોએ પોતાના ધર્મમાં સુધારો લાવવો છે પછી વીતી ગયેલી સદીઓ જેવા ઘાતકીપણાથી જ જીવવું છે? તેમણે કહ્યું કે, ‘હિન્દુસ્તાની ઇસ્લામ કાયમ દુનિયાભરના બાકી ઇસ્લામથી અલગ રહ્યો છે, અને ખુદા એવો સમય ન બતાવે કે તે એટલો બધો બદલાઈ જાય કે આપણે તેમને ઓળખી પણ ન શકીએ.

અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા પર વાપસી આખી દુનિયા માટે ચિંતાનો વિષય બન્યો છે  પરંતુ ભારતના કેટલાક કટ્ટરવાદી વિચાર ધરાવતા મુસ્લિમો  જશ્ન મનાવી રહ્યા છે, તે પણ જોખમ કારક છે. ‘દરેક ભારતીય મુસ્લિમે પોતાની જાતને સવાલ પૂછવો જોઇએ કે તેમને પોતાના ધર્મમાં રિફોર્મ , નવીનતા જોઇએ છે કે પછી તે વીતેલી સદીઓ જેવી ક્રૂરતા અને ઘાતકીપણું જ જોઇએ છે? હું હિન્દુસ્તાની મુસલમાન છું છે અને મિર્ઝા ગાલિબ એક સમયે કહી ગયા હતા તેમ, મારા ભગવાન સાથે મારો સંબંધ અનૌપચારિક છે. મારે રાજકીય ધર્મની જરૂર નથી.