National/ ફેબ્રુઆરી સુધીમાં દેશમાં દસ લાખ સુધી પહોંચી શકે છે ઓમિક્રોનના કેસ, નિષ્ણાંતોએ આપી ચેતવણી

IITના વૈજ્ઞાનિકોએ ફેબ્રુઆરીમાં Omicron વેરિઅન્ટને કારણે દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતા પણ વ્યક્ત કરી છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે “સૌથી ખરાબ પરિસ્થિતિ” ફેબ્રુઆરીમાં થઇ શકે છે..

India
Untitled 74 2 ફેબ્રુઆરી સુધીમાં દેશમાં દસ લાખ સુધી પહોંચી શકે છે ઓમિક્રોનના કેસ, નિષ્ણાંતોએ આપી ચેતવણી

દેશમાં ઓમિક્રોન વેરિયેન્ટના કેસો જે રીતે વધી રહ્યા છે તેને લઇને કેરળની કોવિડ એક્સપર્ટ કમિટીએ સાવચેત કર્યા છે. કમિટીના મત અનુસાર જો આ જ સ્થિતિ રહી અને નિયંત્રણ ન મેળવાયું તો ફ્રેબુઆરી માસ સુધીમા ઓમિક્રોનના કેસોની સંખ્યા 10 લાખ સુધી પહોંચી શકે છે.

દેશમાં ઓમિક્રોન વેરિયેન્ટના સતત વધી રહેલા કેસ વચ્ચે નિષ્ણાતો ત્રીજી લહેરની આગાહી કરી રહ્યા છે. કેરળની કોવિડ એક્સપર્ટ કમિટીના સભ્ય ટી.એસ.અનિશનું માનીએ તો 2-3 અઠવાડિયામાં દેશમાં ઓમિક્રોન કેસની સંખ્યા એક હજાર સુધી પહોંચી જશે .તેમણે કહ્યું કે આગામી 2 મહિનામાં તે 10 લાખ સુધી પહોંચી શકે છે. સાથે જ એ બાબત પર ભાર મુક્યો કે ભારતમાં કોવિડ સંક્રમણની મોટી લહેરને રોકવા માટે 1 મહિનાથી વધુ સમય નથી, તેને રોકવાની ખુબ જરૂર છે.

આ  પણ વાંચો:Political / સંજય રાઉતે ભૂતપૂર્વ PM ની નેહરુ સાથે કરી સરખામણી, કર્યો PM મોદી પર કટાક્ષ

આ પહેલા IITના વૈજ્ઞાનિકોએ ફેબ્રુઆરીમાં Omicron વેરિઅન્ટને કારણે દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતા પણ વ્યક્ત કરી છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે “સૌથી ખરાબ પરિસ્થિતિ” ફેબ્રુઆરીમાં થઇ શકે છે.. ફેબ્રુઆરીમાં દરરોજ નવા કેસની સંખ્યા 1 લાખ 50 હજાર થી 1 લાખ,80 હજાર સુધીની હોઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે ફેબ્રુઆરી પછી, ઓમિક્રોનના કેસમાં ઘટાડો થવાનું શરૂ થશે, તેથી ભારતે ચિંતા કરવાને બદલે સાવચેત રહેવાની જરૂર છે.

દરમ્યાન કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ચેતવણી આપી છે કે, વિશ્વ કોવિડ -19 કેસની ચોથી લહેરનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં કેસોની કુલ સંખ્યા ઘટી રહી હોવા છતાં, કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મિઝોરમમાં હજુ પણ મોટી સંખ્યામાં નવા કેસો સામે આવી રહ્યા છે.. કેરળ અને મિઝોરમમાં કોવિડ-19નો ચેપનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો વધારે છે, જે ચિંતાનું કારણ છે.

આ પણ  વાંચો:ઓમિક્રોનનો ફફડાટ / આ 12 રાજ્યોમાં ક્રિસમસ અને ન્યૂ યરની પાર્ટીઓ પર મુકાયો પ્રતિબંધ….