Omicron/ ગુજરાતમાં ઓમિક્રોનનો કહેર, રાજ્યમાં વધી શકે છે આ નિયંત્રણો

કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન જે રીતે વધતો જાય છે ,  એ અંગે સરકાર અને વહીવટીતંત્ર ચિંતિત બન્યું છે.પરિણામે આ સપ્તાહના અંત સુધીમાં જ નિયંત્રણ લાગુ થઇ શકે છે. 

Top Stories Gujarat Others
ઓમિક્રોન

ક્રિસમસ અને નૂતનવર્ષ-2022ના પ્રારંભ સમયે ગુજરાતમાં ફરી નિયંત્રણ લાગુ થઇ શકે છે. કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન જે રીતે વધતો જાય છે ,  એ અંગે સરકાર અને વહીવટીતંત્ર ચિંતિત બન્યું છે.પરિણામે આ સપ્તાહના અંત સુધીમાં જ નિયંત્રણ લાગુ થઇ શકે છે.

આ પણ વાંચો :પાકિસ્તાન જીંદાબાદના વાયરલ થયેલા વિડીયોમાં કઈક આવું નીકળ્યું

ગુજરાતમાં હાલ કોરોનાનો કહેર વધ્યો છે. નવા વેરિયન્ટ ઓમિક્રોને માથુ ઉચક્યું છે અને આજની સ્થિતિએ કોરનાના 91 અને નવા વેરિયન્ટ ઓમિક્રોનના 23 કેસ નોંધાયાં છે. પરિણામે ગુજરાત સરકાર અને વહીવટીતંત્ર ચિંતિત બન્યું છે. માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં આ સ્થિતિનું નિર્માણ થયું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક જ સમયમાં આ અંગે કેન્દ્રીયસ્તરે ઉચ્ચઅધિકારીઓની મહત્વની બેઠક યોજી શકે છે. જેમાં નવા વેરીયન્ટ ઓમિક્રોનની સ્થિતિની સમીક્ષા કરી શકે છે.

બીજીબાજુ ગુજરાતમાં પણ આ અંગે ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. બુધવારની સ્થિતિએ ગુજરાતમાં કોરોનાના કુલ 91 કેસ નોંધાયાં છે.જ્યારે ઓમિક્રોનના 23 કેસ નોંધાયા છે. હવે ઓમિક્રોન વેરિયન્ટ વ્યાપક પ્રમાણમાં પ્રસરે નહીં તે હેતુ કેન્દ્ર સરકાર રાજ્યોને ચેતવણી આપવા માગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક જ સમયમાં રાજ્યોને આ અંગે ફરી એક વાર નિયંત્રણ લાદવા સૂચના આપી શકે છે. ગુજરાતમાં પણ તેનો  અમલ થઇ શકે છે.

ગુજરાતમાં કયા નિયંત્રણ લદાઇ શકે ?

  • હોટેલ-રેસ્ટોરન્ટમાં બેઠક મર્યાદામાં 50 ટકાને પ્રવેશ
  • લગ્ન-સામાજિક-ધાર્મિક કે અન્યકોઇ પ્રસંગે 200ને જ પ્રવેશ
  • વિદ્યાર્થોઓ માટે શૈક્ષણિકકાર્ય સંપૂર્ણ બંધ
  • માસ્ક-સામાજિક દૂરી અને સંકુલ સેનિટાઇઝેશનનો કડક અમલ

રાજ્યના મહાનગરોમાં રાત્રિ કરફ્યુ 1 થી 5 અમલમાં છે. આ સમય યથાવત રહેશે. આગામી સમયમાં જે રીતે ક્રિસમસ અને ન્યૂયરનું આગમન થઇ રહ્યું છે. દરમિયાન ઓમિક્રોના ફેલાવાએ ગુજરાત સરકાર અને વહીવટીતંત્રમાં ચિંતા જતાવી છે , ત્યારે હવે તમામ પ્રકારની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામા આવશે અને પ્રજા પણ તેનો ચુસ્ત અમલ કરશે તો જ ઓમિક્રોન મુક્ત ગુજરાત બની શકશે, આ અંગે શનિવાર સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થઇ શકે છે.

આ પણ વાંચો :આ 50000 રૂપિયા રાખો અને આ ડ્રગ ભારતમાં પહોચાડી આવો : જખૌ દરિયાકાંઠેથી ઝડપાયેલા ડ્રગ્સ કેસ મામલે

આ પણ વાંચો :અમદાવાદમાં ઓમિક્રોનની એન્ટ્રી, નોંધાયા 5 પોઝીટીવ કેસ

આ પણ વાંચો :દહેગામ નજીક રાયપુર કેનાલમાં અમદાવાદના ચાર યુવકો ડૂબ્યા

આ પણ વાંચો :દેલવાડા ગ્રા. પંચાયતની ચુંટણીમાં પુત્રવધુની સામે સાસુની કારમી હાર….