Politics/ દેશ પર પડી રહેલી મોંઘવારીની માર પર રાહુલનો PM મોદીને ટ્વીટ મારફતે કટાક્ષ

મોંઘવારીને લઈને કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. ટ્વીટ કરતી વખતે રાહુલ ગાંધીએ લખ્યું…

Top Stories India
1 111 દેશ પર પડી રહેલી મોંઘવારીની માર પર રાહુલનો PM મોદીને ટ્વીટ મારફતે કટાક્ષ

મોંઘવારીને લઈને કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. ટ્વીટ કરતી વખતે રાહુલ ગાંધીએ લખ્યું – “મોદી માયા પર પડી એવી અસર, ફક્ત જુમલાનો જ ઘટ્યો ભાવ.” આ ટ્વિટ સાથે તેમણે એક વીડિયો શેર કર્યો છે જે મોંઘવારીનાં મીટરને જણાવી રહ્યો છે.

બેંક કૌભાંડ / મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક કૌભાંડમાં ઇડીએ સુગર મિલ જપ્ત કરી,અજિત પવારની મુશ્કેલી વધશે

જણાવી દઇએ કે, મોંઘવારી સતત ઝડપથી વધી રહી છે. જણાવી દઈએ કે, રાહુલ ગાંધી મોંઘવારી અને બેરોજગારીને લઇને કેન્દ્ર સરકાર પર સતત હુમલો કરી રહ્યા છે. તે કેન્દ્ર સરકાર પર હુમલો કરવાની કોઈ તક છોડી રહ્યા નથી. રાહુલ ગાંધીએ #LPGPriceHike સાથે કરેલા ટ્વીટમાં શેર કરેલા ગ્રાફ મુજબ, LPG સિલિન્ડરની કિંમત ઓગસ્ટ 2016 માં 400 રૂપિયા હતી જે જુલાઈ 2021 માં વધીને 900 થઈ ગઈ છે. બીજી તરફ પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસનાં નેતા પી.ચિદમ્બરમે ગેસનાં ભાવવધારાનાં ડેટા શેર કરતાં ટ્વીટ કર્યું હતું કે, મોદી હૈ, મુમકિન હૈ!

ગમખ્વાર અકસ્માત / બિહારના મુઝફ્ફરપુરમાં ટ્રકે 10 લોકોને અડફેટમાં લેતાં 4 બાળકો સહિત પાંચના મોત

ગુરુવારે, કોંગ્રેસનાં પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે એલપીજીનાં ભાવમાં વધારા વિશે જણાવ્યું હતું કે, સરકારનું આ પગલું મહામારી અને આર્થિક સંકટ સમયે તેની ઉદાસીનતા દર્શાવે છે અને લોકોને રાહત આપવા માટે, તેણે એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરવો જોઇએ. પાર્ટીના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે દાવો કર્યો હતો કે એલપીજીનાં ભાવમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં 240 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સુપ્રિયાએ પૂછ્યું કે, શું ગરીબ પરિવારોનાં લોકો કે જેમણે ઉજ્જવલા યોજના હેઠળ મફત સિલિન્ડર મેળવ્યાં છે, તેઓ 834 રૂપિયામાં રાંધણ ગેસ ખરીદી શકશે? આપને જણાવી દઈએ કે, સબસિડી વિનાનાં સિલિન્ડરનાં ભાવમાં રૂ.25 નો વધારો થયો છે. હવે દિલ્હીમાં 14.2 કિલોગ્રામ સિલિન્ડરની કિંમત 809 રૂપિયાથી વધીને 834.50 રૂપિયા થઈ ગઈ છે.

Footer દેશ પર પડી રહેલી મોંઘવારીની માર પર રાહુલનો PM મોદીને ટ્વીટ મારફતે કટાક્ષ