Navratri 2022/ આઠમા નોરતે અહીં કરાઈ છે ઈશ્વર વિવાહનું આયોજન, જાણો શું છે પરંમપરા

સૌરાષ્ટ્રમાં આવેલુ  જામનગર પહેલા નવાનગર તરીકે જાણીતુ હતુ અને જેમાં જાડેજા વંશનાક્ષત્રિયોનુ રાજ હતું, ત્યારે  સૌ પ્રથમ વખત રાજયગોળ ફળીમાં પરંપરાગત ઇશ્વર વિવાહ રમવામાં આવ્યા હતાં

Navratri Puja Gujarat Others Navratri 2022
ઈશ્વર વિવાહ
  • 330 વર્ષથી કાર્યરત ગરબીમાં ઈશ્વર વિવાહ
  • જામનગરના મેયર બીનાબેન કોઠારીની ખાસ હાજરી
  • ભાઈઓ પીતાંબરી પહેરી ગરબે ઘૂમ્યા

સૌરાષ્ટ્રમાં આવેલુ  જામનગર પહેલા નવાનગર તરીકે જાણીતુ હતુ અને જેમાં જાડેજા વંશનાક્ષત્રિયોનુ રાજ હતું, ત્યારે  સૌ પ્રથમ વખત રાજયગોળ ફળીમાં પરંપરાગત ઇશ્વર વિવાહ રમવામાં આવ્યા હતાં અને આ પરંપરા હજુ પણ ચાલુ છે ત્યારે આ વર્ષે પણ આઠમા નોરતે ઇશ્વર વિવાહ કરવાામાં  આવ્યો હતો  ઈશ્વર વિવાહ રમતો જોવો એ પણ જીવનનો લહાવો છે, દુર દુરથી લોકો જોવા આવે છે. સવારે ચાર વાગ્યે ઈશ્વર વિવાહ પુરો થાય છે ,  જામનગરની જલાની જાર વિસ્તારમાં છેલ્લા 330 વર્ષથી કાર્યરત અને નગરની સૌથી પ્રાચીન ગરબીમાં ગઈકાલે રાત્રે ઈશ્વર વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો, અને માત્ર ભાઈઓ પીતાંબરી પહેરીને કોઈપણ લાઉડ સ્પીકર કે વાજીંત્રોના ઉપયોગ વગર માત્ર ‘ છંદ સાથે તાલ મેળવીને ગરબે ઘૂમ્યા હતા. અને આ કાર્યક્રમમાં જામનગરના મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્ય વગેરે લોકોએ  ખાસ હાજરી આપી હતી..

જામનગર આઝાદી પહેલા નવાનગર તરીકે ઓળખાતું સૌરાષ્ટ્રનું એક રજવાડું હતું. જામનગરની સ્થાપના જામ રાવળના હસ્તે ઇ.સ. 1540 માં રંગમતિ અને નાગમતિ નદીઓના કિનારે થયાનું ઇતિહાસકારો માને છે. કચ્છમાંથી આવેલા જાડેજા વંશનાક્ષત્રિયોએ કચ્છના કિનારેથી નાનું રણ ઓળંગીને સેના સાથે આવી અહીંના જેઠવા, દેદા, ચાવડા અને વાઢેર શાખાના રાજપુતોને હરાવીને નવાનગર રાજ્યની સ્થાપના કરી હતી. સૌરાષ્ટ્ર પ્રદેશમાં જાડેજાના સૌથી મહત્વપૂર્ણ અને સૌથી મોટા રજવાડું રાજ્યો પૈકીનું એક હતું અને સૌ પ્રથમ વખત રાજયગોળ ફળીમાં પરંપરાગત ઇશ્વર વિવાહ રમવામાં આવ્યા હતાં અને આ પરંપરા હજુ પણ ચાલુ છે ત્યારે આ વર્ષે પણ આઠમા નોરતાના ઇશ્વર વિવાહ રમવામાં આવ્યા હતા.

જામનગર ( નવાનગર ) ના સ્થાપક રાજવી જામ રાવળએ જામનગર ( નવાનગર ) ની સ્થાપના કરી ત્યારે એમની સાથે કચ્છથી આવેલા તેમના કુલ પુરોહિત ( કુટુંબના ગોર ) ને રહેવા માટે નગરના હાર્દ જેવાં વિસ્તારમાં વચ્ચોવચ રહેવા જગ્યા આપી હતી. જેથી એ વિસ્તાર યુધ્ધ અથવા પુર કે કોઈ પણ આફતના સમયમાં સુરક્ષિત રહે. ત્યાર બાદ એ પુરોહિતનો વિસ્તાર વધતા તેમને ધાર્મિક ઉત્સવ ઉજવાય એ માટે એમને અસલ બર્મા સાગના લાકડાની છ મૂર્તિ વાળો ચાર ભુજા વાળી માતાજીની દિવ્ય મુર્તિનો મઢ રાજા તરફથી આપવામાં આવ્યો. જે આજે પણ તેમની નવરાત્રી દરમિયાન ગરબીની વચ્ચે રાખી દીવા કરી માતાજીના ગરબા ગાવા માં આવે  છે.

દેવદાસજી દ્વારા માગશર સુદ ચૌદશ અને ગુરૂવારના રચાયેલ ઈશ્વર વિવાહ પ્રસિધ્ધ થતા બધા બ્રાહ્મણો સાથે રાજયગોર ફળીના બીજી કોઈ પણ જ્ઞાતિના પુરૂષો આઠમા નોરતે અબોટીયા પિતાંબર ( ધોતિયું ) પહેરીને સતત સાડા ત્રણ કલાક શીવ પાર્વતીના વિવાહ એવો ઈશ્વર વિવાહ મંડપ નીચે રમે છે. ઈશ્વર વિવાહ રમતો જોવો એ પણ જીવનનો લહાવો છે, દુર દુરથી લોકો જોવા આવે છે.સવારે ચાર વાગ્યે ઈશ્વર વિવાહ પુરો થાય છે એટલે કઢેલા સુકા મેવા કેશરથી ભરપુર દુધ ભરપેટ પી અને થાક ઉતારે છે. જામનગરમાં સૌ પ્રથમ ઈશ્વર વિવાહ રાજયગોર ફળીમા શરૂ થયો છે ત્યાર પછી શહેરમાં અન્ય જગ્યાએ ઈશ્વર વિવાહ રમાવા લાગ્યો.પરંતુ અહીનો ઈશ્વર વિવાહ તો અન્યથી અલગ જ પ્રભાવ પાડે છે.હાલમાં પણ આ વર્ષે રાજ્યગોળ ફળીમાં અષ્ટમીના દિવસે એટલે આઠમા નોરતાના દિવસે ભાઈઓ દ્વારા ઈશ્વર વિવાહ રમવામાં આવ્યા હત.

જામનગરની જલાની જાર વિસ્તારમાં છેલ્લા 330 વર્ષથી કાર્યરત અને નગરની સૌથી પ્રાચીન ગરબીમાં ગઈકાલે રાત્રે ઈશ્વર વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો, અને માત્ર ભાઈઓ પીતાંબરી પહેરીને કોઈપણ લાઉડ સ્પીકર કે વાજીંત્રોના ઉપયોગ વગર માત્ર ‘નોબત’ ના તાલે ઈશ્વર વિવાહના છંદ સાથે તાલ મેળવીને ગરબે ઘૂમ્યા હતા.

આ ગરબીમાં ઈશ્વર વિવાહનું આગવું મહત્ત્વ છે.એક પણ ક્ષણના વિરામ વગર સાડા ત્રણ કલાક સુધી ઈશ્વર વિવાહના ગાન સાથે ખેલૈયાઓએ રાસ લીધા હતા.શ્રોતાઓને અર્થ સરળતાથી સમજવા મળે તે માટે ઈશ્વરવિવાહની દરેક પંક્તિ ચાર વખત ગાવામાં આવી હતી.

રાજાશાહીના વખતથી ચાલી રહેલી જલાની જારની ગરબીમાં આસો સુદ સાતમને રાત્રે 12:30 કલાકે ઈશ્વરવિવાહ ઉત્સવનો પ્રારંભ થયો હતો, અને પિતાંબરી અબોટિયું વગેરેનો પહેરવેશ પહેરીને તેમજ કપાળે ચંદનનું તિલક કરીને ઈશ્વર વિવાહના છંદના ગાયન સાથે સાડા ત્રણ કલાક સુધી ખેલૈયાઓ અવિરત ગરબે ઘૂમ્યા હતા. જેમાં ભગવાન શિવજીના વેશધારી દ્વારા પણ રાસ લેવાયો હતો.સમગ્ર જલાની જાર વિસ્તારના લોકો તથા અન્ય મહિલાઓ સહિતના શ્રોતાગણ પરોઢિયા સુધી ઈશ્વર વિવાહમાં જોડાયા હતા.તેમજ જામનગરના મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્ય સહિતનાઓ પણ આ ઈશ્વર વિવાહમાં ખાસ હાજરી આપી હતી.

આ પણ વાંચો: 7મી થી 10 દિવસ ની ગૌરવ યાત્રા, મોદી 9 અને10 આવશે, તે પછી તરત જ ઉમેદવાર પસંદગી ની પ્રક્રિયા

આ પણ વાંચો:ભરૂચ જિલ્લામાં પણ કોંગ્રેસ હાંસિયામાં, 300થી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા

આ પણ વાંચો:ભાજપના નેતા કિશનસિંહ સોલંકી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ