ઈમરાન ખાનને મોટો ઝટકો/ અવિશ્વાસ પ્રસ્તાવ પર પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સંસદ પુનઃસ્થાપિત કરી, કહ્યું- ડેપ્યુટી સ્પીકરનો નિર્ણય ગેરબંધારણીય છે

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે મુશ્કેલીમાં મુકાયેલા વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેવાના ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીના પગલાની કાયદેસરતા સાથે સંબંધિત મહત્વપૂર્ણ મામલામાં પોતાનો ચુકાદો આપ્યો છે

Top Stories World
2 13 અવિશ્વાસ પ્રસ્તાવ પર પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સંસદ પુનઃસ્થાપિત કરી, કહ્યું- ડેપ્યુટી સ્પીકરનો નિર્ણય ગેરબંધારણીય છે

પાકિસ્તાન સુપ્રીમ કોર્ટનો મોટો

ફેંસલોઈમરાન ખાનને મોટો ઝટકો
ડેપ્યુટી સ્પીકરનો નિર્ણય ગેરબંધારણીય
અવિશ્વાસ પ્રસ્તાવ રદ કરવામાં આવ્યો
5 જજોએ એકમત થઈ નિર્ણય કર્યો

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે મુશ્કેલીમાં મુકાયેલા વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેવાના ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીના પગલાની કાયદેસરતા સાથે સંબંધિત મહત્વપૂર્ણ મામલામાં પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેવાના ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો છે. ઈમરાન ખાન 9 એપ્રિલે અવિશ્વાસ પ્રસ્તાવ પર પ્રથમ સત્રમાં મતદાનનો સામનો કરશે.

ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે અમે ચૂંટણી કરાવવા તૈયાર છીએ. ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલની અધ્યક્ષતાવાળી બેંચમાં જસ્ટિસ એજાઝ-ઉલ અહેસાન, જસ્ટિસ મઝહર આલમ ખાન મિયાંખૈલ, જસ્ટિસ મુનીબ અખ્તર અને જસ્ટિસ જમાલ ખાન મંડોખૈલનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી દરમિયાન નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

ચુકાદા પહેલા ઈમરાન ખાને કહ્યું હતું કે જે પણ નિર્ણય આવશે તેને સ્વીકારવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ચુકાદા પહેલા ચૂંટણી પંચની ટીમને પણ બોલાવી હતી. સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી કમિશનરની ટીમે કહ્યું કે, જલ્દી ચૂંટણી યોજવી શક્ય નથી.  ઈમરાન ખાનના નજીકના સહયોગી ફવાદ ચૌધરીએ કહ્યું કે ગમે તે થાય, અંતે ચૂંટણી તો થવી જ જોઈએ. ચુકાદા પહેલા સુપ્રીમ કોર્ટની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે, સુપ્રીમ કોર્ટની બહાર લોકોના ઘર્ષણની વાત પણ સામે આવી છે.