સુરેન્દ્રનગર/ સુશાસન સપ્તાહના ત્રીજા દિવસે કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા દ્વારા મોબાઈલ હેલ્થ યુનિટનું લોકાર્પણ કરાયુ  

સુશાસન સપ્તાહ ઉજવણી અન્વયે મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

Gujarat

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સુશાસન સપ્તાહના ત્રીજા દિવસે સુરેન્દ્રનગર સ્થિત મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા દ્વારા મોબાઈલ હેલ્થ યુનિટનું લોકાર્પણ કરાયું હતું. આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ  પણ  વાંચો:Political / PM મોદીએ હિમાચલને આપી 11 હજાર કરોડની ભેટ, ઘણા પ્રોજેક્ટનું કર્યુ શિલાન્યાસ

સુશાસન સપ્તાહની ઉજવણી અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટરમાં નિરામય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ગાંધી હોસ્પિટલ ખાતે મોતિયાના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકાર્પણ કરવામાં આવેલ મોબાઈલ હેલ્થ યુનિટ ધ્રાંગધ્રા, ચોટીલા અને થાનગઢ તાલુકાને ફાળવવામાં આવેલ છે.

આ પણ  વાંચો:બેદરકારી / બોટાદમાં નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગાઇડલાઇન ભંગ, કોરોનાને આપવામાં આવ્યું આમંત્રણ

આ તકે ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, જિલ્લા કલેકટર એ.કે ઔરંગાબાદકર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ચંદ્રમણી કુમાર, મુખ્ય તબીબી અધિકારી એચ. આર. પ્રજાપતિ સહિત આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.