Controversial statement/ એકવાર ફરી સાંસદ પ્રજ્ઞા ઠાકુર વિવાદમાં, કહ્યુ- ક્ષત્રિયો વધુ પેદા કરે બાળકો

સાંસદ પ્રજ્ઞા ઠાકુર એકવાર ફરી વિવાદિત નિવેદન આપી ચર્ચામાં આવ્યા છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ક્ષત્રિયોએ વધુ બાળકો પેદા કરવા જોઈએ. જો આ કરવામાં નહીં આવે તો રાષ્ટ્રની રક્ષા કોણ કરશે. તેથી, ક્ષત્રિયોએ વધુ બાળકો પેદા કરવા જોઈએ અને તેમને સૈનિક બનાવવા જોઈએ. #WATCH | Kshatriya ko kshatriya keh do, bura nahi lagta. […]

Top Stories India
corona 224 એકવાર ફરી સાંસદ પ્રજ્ઞા ઠાકુર વિવાદમાં, કહ્યુ- ક્ષત્રિયો વધુ પેદા કરે બાળકો

સાંસદ પ્રજ્ઞા ઠાકુર એકવાર ફરી વિવાદિત નિવેદન આપી ચર્ચામાં આવ્યા છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ક્ષત્રિયોએ વધુ બાળકો પેદા કરવા જોઈએ. જો આ કરવામાં નહીં આવે તો રાષ્ટ્રની રક્ષા કોણ કરશે. તેથી, ક્ષત્રિયોએ વધુ બાળકો પેદા કરવા જોઈએ અને તેમને સૈનિક બનાવવા જોઈએ.

આપને જણાવી દઇએ કે, પ્રજ્ઞા ઠાકુરે સિહોરમાં આયોજિત એક કાર્યક્રમમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, વસ્તી નિયંત્રણ કાયદો જેઓ દેશની વિરુદ્ધ છે તેમના ઉપર લાગુ થવો જોઈએ. રાષ્ટ્રીય હિતની સુરક્ષા માટે ક્ષત્રિયોએ વધુ બાળકો પેદા કરવા જોઈએ. નોંધપાત્ર વાત એ છે કે સાંસદ પ્રજ્ઞા ઠાકુરે નાથુરામ ગોડસે અને શહીદ હેમંત કરકરે પર નિવેદનો આપીને અગાઉ હંગામો મચાવ્યો હતો. મીડિયા સાથે ચર્ચા દરમિયાન સાંસદ પ્રજ્ઞા ઠાકુરે સમાજનાં જૂના વર્ણવ્યવસ્થાને ટેકો આપ્યો હતો અને કહ્યું હતું કે, જો કોઈ જાતિનાં વ્યક્તિને તેની જાતિનાં નામે સંબોધન કરવામાં આવે તો તે ખરાબ વાત નથી. મીડિયા સાથે ચર્ચા દરમિયાન તેમણે કહ્યું હતું કે, દેશમાં અનામત આર્થિક પરિસ્થિતિઓને આધારે હોવી જોઈએ. જેઓ ખરેખર ગરીબ છે તેમને અનામત મળવી જોઈએ.

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયા પર થયેલા હુમલા અંગે સાંસદ ઠાકુરે કહ્યું કે, મમતા પાગલ થઈ ગઈ છે. તે સંદિગ્ધ બની ગઈ છે. તેઓ સમજી ગયા છે કે બંગાળમાં હિન્દુ શાસન આવશે. ભાજપ ક્યારેય બંગાળને દેશથી અલગ થવા દેશે નહીં. બંગાળ સંયુક્ત ભારતનો એક ભાગ છે. સાંસદ પ્રજ્ઞા ઠાકુરે જણાવ્યું હતું કે, ખેડૂત આંદલોનમાં ખેડૂત નહી દેશ વિરોધી સામેલ છે. આંદોલનકારીઓમાં ડાબેરીઓ અને કોંગ્રેસીઓનો સમાવેશ થાય છે. હું કહું છું કે જે લોકો આ આંદોલન અંગે મૂંઝવણ ફેલાવી રહ્યા છે તેમને જેલ મોકલવા જોઈએ.

Covid-19 ને લઇને UN નાં આરોગ્ય પ્રમુખે આપ્યા સારા સમાચાર

ભાજપનાં પેજ પ્રમુખની યાદીમાં હવે મનસુખ માંડવિયાનો પણ સમાવેશ

રાજ્યમાં ઠંડીનો ચમકારો, 14 ડિગ્રી સાથે નલિયા-વલસાડ ઠંડુગાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…