Inspirational/ “વીગન” એટલે પ્રાણીઓનાં બલિદાન વિનાની તેવી દુનિયા, જ્યાં જરૂરિયાતનું સ્થાન સંવેદના લે છે

એક અબોલ જીવાત્માને જયારે ખ્યાલ આવે કે, તેને થોડી ક્ષણોમાં એક કમકમાટીભર્યા મોતને હવાલે કરવામાં આવશે? તેનાથી શક્તિશાળી હાથ તેના અબોલપણાનો ફાયદો ઉઠાવી તેના લાભ માટે ઠંડે કલેજે

Top Stories Trending Mantavya Vishesh
KEVADIYA SAFARI પાર્ક 43 "વીગન" એટલે પ્રાણીઓનાં બલિદાન વિનાની તેવી દુનિયા, જ્યાં જરૂરિયાતનું સ્થાન સંવેદના લે છે

એક અબોલ જીવાત્માને જયારે ખ્યાલ આવે કે, તેને થોડી ક્ષણોમાં એક કમકમાટીભર્યા મોતને હવાલે કરવામાં આવશે? તેનાથી શક્તિશાળી હાથ તેના અબોલપણાનો ફાયદો ઉઠાવી તેના લાભ માટે ઠંડે કલેજે તેનું કતલ કરશે? ત્યારે મોટાભાગના લોકો તેમ માનતા હોય છે કે, પશુ-પક્ષીઓને જેમ જીભ નથી આપી તેમ કદાચ સંવેદના કે વિચારવાની શક્તિ પણ નહી જ આપી હોય.. પરંતુ કેટલાક અભ્યાસો અને જીવદયા પ્રેમીઓ જણાવે છે કે, તેમને તેમના થનારા બેરહમ મોતનો અંદાજ આવી જતો હોય છે, અને તેથી તેઓ ડરના માર્યા કેટલીકવાર ચિત્કાર કરી ઉઠે છે કે, પછી તે વસમી વેળાએ બેભાન જેવી સ્થિતિમાં આવી જતા હોય છે.

@કટાલ લેખક, રીના બ્રહ્મભટ્ટની કલમથી…….
rina brahmbhatt1 "વીગન" એટલે પ્રાણીઓનાં બલિદાન વિનાની તેવી દુનિયા, જ્યાં જરૂરિયાતનું સ્થાન સંવેદના લે છે

Covid-19 / નવો કોરોના સ્ટ્રેન અત્યંત ખતરનાક, ક્યારે આવ્યો અને ક્યાં-ક્ય…

જો, કે શાકાહારી કે પ્યોર વેજ. લોકો માટે આવી કલ્પના પણ તેમને હલબલાવી જાય છે. પરંતુ નોનવેજ ખાનારો ક્લાસ તેમ સમજીને જ મીટ આરોગે છે, કે કુદરતે અનાજ, શાકભાજી અને અન્ય ખાવાની ચીજોની જેમ જ આ લોકોને ખાવા માટે જ બનાવ્યા છે. આ એક આહાર કડીનો ભાગ જ છે. અને માછલી, મરઘીઓ, કે ઘેટાં-બકરાઓને ખાવામાં ન આવે તો પૃથ્વી પર તેમની બેફામ સંખ્યા વધી શકે છે. અને આવા તર્ક સાથે જ આ વર્ગ જાત-જાતના અને ભાત -ભાતના પ્રાણીઓ આરોગે છે. કેટલાય સમુદાય પશુ-પક્ષીઓને જીવતા લાવીને કાપીને ખાય છે તો કેટલાય લોકો ખાય તો છે પરંતુ જીવનભર રેડીમેડ લાવીને જ ખાય છે. તેથી તેમને તેમની સંવેદના ખાસ સ્પર્શતી નથી.

વેલ, મનુષ્ય તેના પૃથ્વી પરના આગમનથી જ પ્રાણીઓને ખાતો આવ્યો છે. પરંતુ આજે આપણે કદાચ “હોમો સેપિયન્સ” વાળા કેરેકટરની એક તેવી પરાકાષ્ઠાએ આવી પહોંચ્યા છીએ કે, જ્યાં વિચારશક્તિમાં સંવેદનાનો સમાવેશ થવા લાગ્યો છે. માનવીથી માનવી જ નહીં બલ્કે અબોલ પશુ-પક્ષીઓની સંવેદના પણ આપણા આત્માને સ્પર્શી રહી છે, કહી રહી છે કે, અમને પણ જીવવાનો હક છે…અમે માત્ર એક ખોરાક નથી. એક ધબકતી જિંદગી છીએ..જેને વેદના થાય છે, મૃત્યુનો ડર લાગે છે. અને માનવીને સ્પર્શી ગયેલી તેમની કરુણતાને કારણે આજે દુનિયાભરમાં અને ભારતમાં પણ કેટલીય સેલિબ્રેટીઓ વેજેટેરીઅન થઇ ચુકી છે. એનિમલ પ્રૉટેક્શનની કસમ આ લોકો ખાઈ ચુક્યા છે. અને પેટા જેવી સંસ્થાઓ સાથે પણ જોડાઈ ચુક્યા છે. જેમાં આ લિસ્ટ લાબું થતું જઈ રહ્યું છે.

Four Countries Unite to Form Vegan World Alliance | VegNews

Pollution / પ્રદુષણ કોરોનાથી પણ અત્યંત ઘાતક, એક વર્ષમાં 16.70 લાખ લોકોનો…

પરંતુ જેકવેલીન ફર્નાન્ડિસ, અનુષ્કા શર્મા, કંગના રનોત, શાહિદ કપૂર, જોન અબ્રાહમ, વિદ્યા બાલન, સોનાક્ષી સિંહ, સોનમ કપૂર. આલિયા ભટ્ટ ..જેવા ભારતીય સેલેબ્રિટીઓના જ નામ અહીં લખ્યા છે. જેઓ જીવદયા પ્રેમી બનવાની કસમ ખાઈ ચુક્યા છે. જો, કે આ તો સેલેબ્રિટીઝની વાત થઇ કે, જેઓ સમાજ માટે ક્યાંક ઉદાહરણ બની શકે. બાકી સામાન્ય લોકોમાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પ્રજા તો આમાં પહેલેથી જ મોખરે છે. પરંતુ દુનિયાભરમાં હવે પ્રાણીઓ પ્રત્યેની સંવેદનાને ધ્યાનમાં રાખી કે તેમના જીવવાના હકને સમ્માન આપતા લોકો વેજિટેરિઅનથી પણ એક કદમ આગળ “વીગન ” બનવા લાગ્યા છે. આજે ધીમા પણ મક્કમ પગલે હજારોમાં થી લાખો લોકો વીગન બનવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે નોંધવું રહ્યું કે, વીગન તે ચુસ્ત શાકાહારી લોકો છે, કે જેઓ મધ, દૂધ, , છાસ, ચીજ જેવી કોઈપણ પ્રાણીઓ આધારિત પ્રોડક્ટ્સ નો ઉપયોગ કરતા નથી.

ત્યારે રસપ્રદ તે બનવા જઈ રહ્યું છે કે, વધતા વીગન પ્રેમીઓને કારણે વિશ્વભરમાં વીગન બિઝનેસ માટે ઑપર્ચ્યૂનિટિ ખુલવા જઈ રહી છે. આ પ્રોડક્ટ્સમાં ખાસ તો પ્રાણીઓના દૂધથી બનતી ડેરી પ્રોડક્ટ્સને બદલે દૂધ વિનાનો આઈસ્ક્રીમ, ચીઝ વિનાના પિત્ઝા , ક્રીમ વગરની મીઠાઈઓ અરે વાત આટલેથી જ નથી અટકતી બલ્કે વીગન કપડાં બનાવવા સુધી ની કવાયતો હાથ ધરવામાં આવી રહી છે.અને આ લિસ્ટ ઓછામાં ઓછું 800 જેટલી ચીજ-વસ્તુઓ નો સમાવેશ થઇ ચુક્યો છે .. ત્યારે એક આશઁકા તે પણ જાગે છે કે, પ્રાણીઓના દૂધ, માંસ , ઉન, ચામડાની ચીજ વસ્તુઓ, દવા ક્ષેત્રે પ્રાણીઓનો ઉપયોગ મતલબ કે, અગર ગણતરી માંડીએ તો આપણી ખુશહાલ જિંદગીમાં ક્યાંકને ક્યાંક પ્રાણીઓનો ભોગ જવાબદાર હોય છે…ત્યારે શું તે આસાન હશે કે, પ્રાણીઓને પણ મિત્ર સમજી જીવવા દેવામાં આવે?

World Vegan Vision – Let Us Make The World Free of Violence and Suffering

વ્યક્તિ વિશેષ / આ છે ભારતનાં પ્રખ્યાત 10 બ્લોગર્સ, દર મહિને કમાય છે આવી અધધધ…

જો, કે અત્યારે આ કહેવું મુશ્કેલ છે. કેમ કે, બ્યુટી પ્રોડક્ટ્સથી લઈને મેડિકલ જગતમાં પ્રાણીઓ પરનું ટેસ્ટિંગ એક અનિવાર્ય બાબત છે. આપણે સારી રીતે જીવવું હશે તો પ્રાણીઓને તો ઉપયોગમાં લેવા જ પડશે. તેવી આજની સ્થિતિ છે. બાકી જ્યોર્જ બર્નાડ શો તેમ કહેતા આવ્યા છે કે, પ્રાણીઓ તો મારા મિત્રો છે હું, તેમને કેવી રીતે ખાઈ શકું? પરંતુ શું દરેક ક્ષેત્રે પ્રાણીઓ વિના પ્રવીણતા હાંસલ કરી શકાશે? તેમના વિના અનેક કામો , જરૂરિયાતો પુરી કરી શકાશે? કદાચ આસાન તો નથી જ…પરંતુ અશક્ય કઈ જ નથી હોતું..સમય જરૂર લાગે છે. પડેલી ટેવમાંથી મુક્ત થતા, પરંતુ પોતાના પેટને મૃત પ્રાણીઓનું કબ્રસ્તાન બનાવવું કદાચ હવે અસહ્ય બને તેમ બની શકે..

એની વે, દુનિયાના અન્ય દેશોની તુલનામાં ભારતમાં માંસાહાર પણ સિલેક્ટેડ પ્રાણીઓ સુધી સીમિત છે. બાકી, કોરોના કાળમાં ચીનનું ચારિત્ર્ય પ્રાણીઓના હનન મામલે બહાર આવતા મૉસાહારીઓ પણ સ્તબ્ધ થઇ ગયા હતા. જો, કે ભારત એક પરંપરાવાદી અને સંસ્કારી રાષ્ટ્ર હોવાથી અહીં માંસાહાર અને કતલખાના હમેંશા વિવાદનો વિષય રહ્યા છે. તેમછતાં ભારતમાં હાલ લગભગ 1176 જેટલા કતલખાના ધમધમે છે. અને મીટ એકપોર્ટ્સમાં ભારત દુનિયામાં બીજા સ્થાન પર છે.

More Blacks Going Vegan | VOICE

Covid-19 / કોરોના મહામારી વચ્ચે હાઇ બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓમા…

ત્યારે ગુજરાતમા પણ અવાર-નવાર ઘેંટા બકરા લઇ જતી ગાડીઓ પકડાય છે. અને હજારો પશુઓને કતલખાને લઇ જતા અવાર-નવાર બચવાય છે. પરંતુ આ બચાવવામાં આવેલા પશુઓ ને આશ્રય માટે આજે પણ જગ્યા શોધવી પડે તેવી હાલત છે. પ્રાણીઓની ક્રુરતાના નિવારણ માટે એસપીસીએ (સોસાયટી ફોર પ્રિવેંશન ઓફ ક્રુઆલિટી ટુ એનિમલ ) નું બંધારણ કરાયું હતું. પરંતુ આ સંસ્થા પણ કાગળનો વાઘ સાબિત થઇ રહી છે. તેની નિષ્ક્રિયતાને કારણે જ આવા પ્રાણીઓ બેહાલ થાય છે. પાંજરાપોળોના હાલ તો પહેલેથી જ ખરાબ છે. ત્યારે હવે જોવાનું તે રહે છે કે, માનવીઓએ શરુ કરેલ સંવેદનાની આ સફર શું પ્રાણીઓને સાચે જ એક ખલેલ વિનાનું જીવન જીવવાનો અધિકાર આપી શકશે? કે વીગન ખરેખરમાં એક સ્ટેટ્સ બનીને જ રહી જશે??

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…