Covid-19/ એકવાર ફરી WHO એ Covaxin ને ન આપી મંજૂરી, જાણો શું છે કારણ

વિશ્વ આરોગ્ય સંસ્થાનાં ટેકનિકલ સલાહકાર જૂથે ભારત બાયોટેક પાસેથી તેની COVID-19 રસી ‘Covaxin’ માટે “વધારાની સ્પષ્ટતા” માંગી છે.

Top Stories Trending
કોવેક્સિન

વિશ્વ આરોગ્ય સંસ્થાનાં ટેકનિકલ સલાહકાર જૂથે ભારત બાયોટેક પાસેથી તેની COVID-19 રસી ‘Covaxin’ માટે “વધારાની સ્પષ્ટતા” માંગી છે, રસીનાં ઇમરજન્સી ઉપયોગની સૂચિ બનાવવા માટે અંતિમ “જોખમ-લાભ મૂલ્યાંકન” કરી શકાય છે.

આ પણ વાંચો – Covid-19 / દેશમાં Active Cases માં આવ્યો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 13 હજારથી વધુ કોરોનાનાં નવા કેસ નોંધાયા

ટેકનિકલ સલાહકાર જૂથ હવે અંતિમ મૂલ્યાંકન માટે 3 નવેમ્બરે મળશે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક (જેણે Covaxin વિકસાવ્યું છે) એ રસીની ઇમરજન્સી ઉપયોગની સૂચિ (EUL) માટે 19 એપ્રિલનાં રોજ WHO ને EOI (રચૂની અભિવ્યક્તિ) સબમિટ કરી હતી. WHO એ, કોવેક્સિનનાં ઇમરજન્સી ઉપયોગની સૂચિ અંગેનાં નિર્ણય પર PTI ને મોકલેલા ઈમેલનાં જવાબમાં જણાવ્યું હતું કે, “TAG એ 26 ઓક્ટોબર 2021 મળ્યા અને નિર્ણય લીધો કે રસીનાં વૈશ્વિક ઉપયોગ માટે અંતિમ EUL જોખમ-લાભ મૂલ્યાંકન માટે ઉત્પાદક પાસેથી વધારાની સ્પષ્ટતાની જરૂર છે.” તેણે જણાવ્યું હતું કે જૂથ આ સપ્તાહ સુધીમાં નિર્માતા પાસેથી આ સ્પષ્ટતા મેળવવાની અપેક્ષા રાખે છે જેમાં 3 નવેમ્બરનાં રોજ એક બેઠક યોજાશે. અગાઉ, WHOનાં પ્રવક્તા માર્ગારેટ હેરિસે UN પ્રેસ બ્રીફિંગમાં પત્રકારોને જણાવ્યું હતું કે, ‘જો બધું બરાબર ચાલે અને બધું સારું થાય ઉપરાંત, જો સમિતિ ડેટાથી સંતુષ્ટ થાય છે, તો આ રસીની ઇમરજન્સીની ભલામણ 24 કલાકની અંદર પ્રાપ્ત થઈ શકે છે. વિશ્વભરમાં કોરોના વાયરસને ખતમ કરવા માટે, WHOએ અત્યાર સુધીમાં સાત રસીઓને મંજૂરી આપી છે. તેમાં Moderna, Pfizer-BioNtech, Johnson & Johnson, Oxford/AstraZeneca, India’s Covishield, China’s SinoPharm અને Sinovac Vaccinesનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો –નવી મુસિબત / ઈરાનમાં સાયબર અટેક, દેશનાં હજારો પેટ્રોલ પમ્પની ઓનલાઈન સુવિધાઓ ઠપ્પ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ (WHO) ને હજુ સુધી ભારત બાયોટેકને કોવેક્સિનનો ઉપયોગ કરવાની ઔપચારિક મંજૂરી આપી નથી. સ્વદેશી ઉત્પાદિત કોવેક્સિનને ઔપચારિક મંજૂરી આપવાના પ્રશ્ન પર, વિશ્વ આરોગ્ય સંસ્થાનાં અધિકારીએ કહ્યું હતું કે ઉપયોગ માટે રસીનું સંપૂર્ણ મૂલ્યાંકન અને ભલામણ કરવાની પ્રક્રિયામાં ક્યારેક ઘણો સમય લાગે છે. તેમણે કહ્યું કે એ સુનિશ્ચિત કરવું પડશે કે વિશ્વને યોગ્ય સલાહ આપવામાં આવે, ભલે તેમાં એક કે બે અઠવાડિયા લાગે.