Jamnagar News/ હાલારમાં સતત બીજા દિવસે વીજ ચેકિંગ, 39.70 લાખની વીજ ચોરી પકડાઈ

જે કામગીરી ગઈકાલે મંગળવારે સતત બીજા દિવસે પણ અવિરત ચાલુ રાખવામાં આવી હતી.

Top Stories Gujarat Others Breaking News

Jamnagar News: જામનગર (Jamnagar) શહેર તેમજ કલ્યાણપુર પંથકમાં વીજ તંત્ર દ્વારા પુનઃવીજ ચેકિંગની કામગીરી શરૂ કર્યા બાદ ગઈકાલે પણ અવિરત ચાલુ રાખવામાં આવી હતી, અને જોડિયાના ગ્રામ્ય વિસ્તાર તેમજ ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી વધુ 39.70 લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે.

જામનગર પીજીવીસીએલ (PGVCL) વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા સોમવારે જામનગર શહેર અને જામનગર તાલુકાના મોટા થાવરીયા, નાના થાવરીયા, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાંથી 44.60 લાખની વીજ ચોરી પકડી પાડી હતી, જે કામગીરી ગઈકાલે મંગળવારે સતત બીજા દિવસે પણ અવિરત ચાલુ રાખવામાં આવી હતી.

જામનગર જિલ્લાના જોડીયાના ગ્રામ્ય વિસ્તારો તેમજ ખંભાળિયા તાલુકાના વડતરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને કુલ 43 જેટલી વીજ ચેકિંગ ટુકડીને મેદાનમાં ઉતારવામાં આવી હતી, જેની મદદ માટે એસઆરપીના 10 જવાનો, 29 પોલીસ કર્મચારી તથા ત્રણ વિડિયોગ્રાફરને જોડવામાં આવ્યા હતા.
ગઈકાલે કુલ 513 વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા. જેમાંથી 90 વીજ જોડાણમાં ગેરરીતિ જોવા મળતાં આવા આસામીઓને કુલ રુ.39.70 લાખનાં વીજ ચોરીના પુરવણી બિલ આપવામાં આવ્યા હતા.

@સાગર સંઘાણી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરમાં વીજ ચેકિંગમાં રૂ. 44 લાખથી વધુ રકમની વીજ ચોરી પકડાઈ

આ પણ વાંચો:વીજબિલ ઉઘરાણી મામલે વીજ કર્મચારી અને ગ્રામજનો વચ્ચે વિવાદ, ગ્રામજનોએ આપી આંદોલનની ચીમકી

આ પણ વાંચો:જૂનાગઢમાં PGVCLનાં કર્મચારીનું વીજશોક લાગતા થયું મોત