National/ ઓમિક્રોનના ફફડાટથી ફરીએકવાર ટૂર ઓપરેટરોને મોટો ફટકો, યૂરોપ-દ.આફ્રિકાની અનેક ટૂર કેન્સલ કરવી પડી

સુરતથી હીરાના વેપારીઓ પણ વેપાર અર્થે યૂરોપ સહિતના દેશોમાં જતા હોય છે… આવા વેપારીઓ પણ વર્તમાન સ્થિતિને જોતા ટૂર કેન્સલ કરાવી રહ્યા છે.

India
Untitled 314 3 ઓમિક્રોનના ફફડાટથી ફરીએકવાર ટૂર ઓપરેટરોને મોટો ફટકો, યૂરોપ-દ.આફ્રિકાની અનેક ટૂર કેન્સલ કરવી પડી

કોરોનાના નવા ઓમિક્રોન વાયરન્ટે ફરી ટૂર ઓપરેટરોને મોટો ફટકો પહોંચાડ્યો છે. ખાસ કરીને યૂરોપ અને આફ્રિકાના દેશોમાં ટૂરનું આયોજન કરનારા ટૂર ઓપરેટરોને મોટુ નુકસાન પહોંચી રહ્યું છે.  કારણ કે આ દેશોમાં ટૂરનું બુકીંગ કરાવનારા પ્રવાસીઓ ટૂર કેન્સલ કરાવી રહ્યા છે.

આ પણ વાંચો :ખતરો / ઓમિક્રોન વેરિઅન્ટથી દુનિયાભરમાં ફફડાટ વચ્ચે દ.આફ્રિકાથી 1 હજાર મુસાફરો પહોંચ્યા મુંબઈ

કોરોનાના ઓમિક્રોન વેરિયેન્ટની સીધી અસર વિદેશની ટૂરનું આયોજન કરતા ઓપરેટરોને થઇ છે. ખાસ કરીને દક્ષિણ આફ્રિકાની ટૂરનું આયોજન કરનારા ટૂર ઓપરેટરોને મોટો ફટકો પડ્યો છે. એકલા દક્ષિણ ગુજરાતમાં જ 25 હજાર લોકોએ ટુર પેકેજ કેન્સલ કરાવ્યા છે.આ કેન્સલ કરાવાયેલા ટુર પેકેજની કિંમત 35 કરોડની થવા જાય છે. કુલ 1250 જેટલા ટૂર પેકેજ કેન્સલ થયા છે. જે ટૂર પેકેજ કેન્સલ થયા તેમાંથી મોટાભાગના યુરોપના હતા. અને મોટાભાગના હનીમૂન પેકેજ હતા.

આ પણ વાંચો ;હેલ્થ અપડેટ / જાણીતા પત્રકાર વિનોદ દુઆની હાલત ગંભીર,સ્વાસ્થ અંગેની માહિતી તેમની પુત્રી મલ્લિકાએ આપી

ટૂર ઓપરેટરો પાસે યુરોપમાં સ્વિત્ઝરલેન્ડ, નેધરલેન્ડ, જર્મની, સ્પેન, ઓસ્ટ્રીયા, પોલેન્ડ જેવા દેશોની ટૂરના પેકેજ હોય છે. આ પેકેજ અઢી લાખ રૂપિયાથી શરૂ થતા હોય છે જ્યારે સાઉથ આફ્રિકામાં ઘાના, ઝીમ્બાબ્વે, તાન્ઝાનિયા જેવા દેશોના ટુર્સ પેકેજ હોય છે. આ ટૂર પેકેજ રૂ. 1 લાખથી શરૂ થતા હોય છે. હવે આ સ્થળો પર ગયેલા પ્રવાસીઓ પરત ફરી રહ્યા છે. યુરોપ કે સાઉથ આફ્રિકામાં ફસાયેલા સુરતીઓ હવે વાયા દુબઈ કે શારજહા થઈને પરત આવી રહ્યા છે.

આ પણ વાંચો ;ઉત્તરાખંડમાં બ્રાહ્મણ કાર્ડ / વિધાનસભા ચૂંટણી પહેલા ઉત્તરાખંડમાં દેવસ્થાનમ બોર્ડ પર લેવાયો મોટો નિર્ણય..