Not Set/ પુણે સ્ટેશન પર માધુરી દીક્ષિત સાથે બુરખો પહેરીને નીકળ્યા હતા બોલીવુડના આ હીરો, ફેન્સ ઘેરી વળ્યા

બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત અને એક્ટર ઋષિ કપૂરની જોડીએ ઓન સ્કીન ઘણી ફિલ્મોમાં ધૂમ મચાવી છે પણ આ જોડીનો એક મજેદાર કિસ્સો છે જે તમે કદાચ નહી જાણતા હોવ. મૂળ વાત એમ છે કે ચાર સપ્ટેમ્બરે ઋષિ કપૂરનો જન્મ દિવસ હતો અને માધુરી દીક્ષિતે એમને જન્મ દિવસની શુભેચ્છા ટ્વીટર પર પાઠવી હતી. ઋષિ […]

Uncategorized
mantavya news 1 6 પુણે સ્ટેશન પર માધુરી દીક્ષિત સાથે બુરખો પહેરીને નીકળ્યા હતા બોલીવુડના આ હીરો, ફેન્સ ઘેરી વળ્યા

બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત અને એક્ટર ઋષિ કપૂરની જોડીએ ઓન સ્કીન ઘણી ફિલ્મોમાં ધૂમ મચાવી છે પણ આ જોડીનો એક મજેદાર કિસ્સો છે જે તમે કદાચ નહી જાણતા હોવ. મૂળ વાત એમ છે કે ચાર સપ્ટેમ્બરે ઋષિ કપૂરનો જન્મ દિવસ હતો અને માધુરી દીક્ષિતે એમને જન્મ દિવસની શુભેચ્છા ટ્વીટર પર પાઠવી હતી. ઋષિ કપૂરે માધુરીને આભાર માનતા તેઓનો એક કિસ્સો શેર કર્યો હતો.

mantavya news 1 7 પુણે સ્ટેશન પર માધુરી દીક્ષિત સાથે બુરખો પહેરીને નીકળ્યા હતા બોલીવુડના આ હીરો, ફેન્સ ઘેરી વળ્યા
once rishi kapoor and madhuri dixit wore a burqa at pune station

માધુરી દીક્ષિત અને ઋષિ કપૂરની જોડી ‘સાહિબા’ , ‘યારાના’ જેવી ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળી હતી અને દર્શકોએ આ જોડીને ખુબ વધાવી પણ હતી. ઋષિ કપૂરે શેર કરેલો આ કિસ્સો એમની ફિલ્મ યારાના સાથે જોડાયેલો છે.

ઋષિ કપૂરે ટ્વીટ કર્યું હતું કે, ‘આભાર માધુરી. મને આપણો એક મજેદાર કિસ્સો યાદ આવે છે જેમાં આપણે બંનેએ બુરખો પહેર્યો હતો (જેથી કોઈ આપણને ઓળખી ન શકે), યારાના મૂવીની શુટિંગ માટે હૈદરાબાદ પહોચ્યા અને મારો બુરખો પડી ગયો. ત્યારબાદ પુણે સ્ટેશનની આખી ભીડ આપણને જોઈ રહી હતી અને એ પછીની મુસાફરી નર્ક સમાન થઇ ગઈ હતી.’

બોલીવુડ સેલેબ્રીટીની આવી પરિસ્થિતિને સમજી શકાય છે કારણકે એમની ફેન ફોલોઈંગ જબરદસ્ત હોય છે એટલે એ વાતને ધ્યાન રાખતા ઋષિ કપૂરે કરેલી વાતને તરત સમજી શકાય છે. બોલીવુડના ચહિતા હીરો રણબીર કપૂરના પિતા ઋષિ કપૂર છેલ્લે ‘મુલ્ક’ મુવીમાં તાપસી પન્નુ સાથે સિલ્વર સ્ક્રીન પર દેખાયા હતા.