Entertainment/ એક સમય આ બાળકને ફિલ્મના સેટ પરથી કાઢી મુકવામાં આવ્યો હતો, આજે તે બોલિવૂડ પર કરી રહ્યો છે રાજ

બોલિવૂડ સ્ટાર્સના ચાહકોની કોઈ કમી નથી. બાળકથી લઈને વડીલ સુધી, તેઓ તેમના મનપસંદ સ્ટારને મળવા માટે ગમે તેમાંથી પસાર થવા માટે તૈયાર હોય છે. આવું જ કંઈક આ બાળક સાથે થયું, જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

Trending Entertainment
18 એક સમય આ બાળકને ફિલ્મના સેટ પરથી કાઢી મુકવામાં આવ્યો હતો, આજે તે બોલિવૂડ પર કરી રહ્યો છે રાજ

બોલિવૂડ સ્ટાર્સના ચાહકોની કોઈ કમી નથી. બાળકથી લઈને વડીલ સુધી, તેઓ તેમના મનપસંદ સ્ટારને મળવા માટે ગમે તેમાંથી પસાર થવા માટે તૈયાર હોય છે. આવું જ કંઈક આ બાળક સાથે થયું, જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પોતાના ફેવરિટ સ્ટારને મળવા માટે આ બાળકે લોકોનો માર પણ ખાવો પડ્યો હતો.

 બ્લેક એન્ડ વ્હાઈટ ટી-શર્ટ અને પેન્ટ પહેરેલા બાળકને ભાગ્યે જ કોઈ ઓળખી શકશે. આ બાળક આજે મોટો સ્ટાર બની ગયો છે.  આ બીજું કોઈ નહીં પણ રણવીર સિંહ છે, જે આજે પોતાના અભિનયના દમ પર બોલિવૂડ પર રાજ કરી રહ્યો છે.  રણવીર અક્ષય કુમારનો ઘણો મોટો ફેન છે. જ્યારે રણવીરે તેના બાળપણમાં જીદ કરી ત્યારે તેના તેના પિતા તેને અક્ષય સાથે પરિચય કરાવવા માટે ફિલ્મ ‘મોહરા’ના સેટ પર લઈ ગયા.

તે સમયે અક્ષય અને રવિના ટંડન ફિલ્મના ગીત ‘ટિપ ટીપ બરસા પાની’નું શૂટિંગ કરી રહ્યા હતા. જ્યારે રણવીર તેના ફેવરિટ સ્ટાર અક્ષય કુમારને મળવા આવ્યો ત્યારે કહેવાય છે કે તે સમયે રણવીરે આટલી સુંદર અભિનેત્રી કે છોકરી ક્યારેય જોઈ ન હતી, જેના કારણે તે રવિના ટંડનને જોવા લાગ્યો હતો. પરંતુ, જ્યારે રવીનાએ રણવીરને નોટીશ કર્યો ત્યારે તેને સેટ પરથી બહાર મોકલી દેવામાં આવ્યો. એક સમય એવો હતો જ્યારે રણવીર સિંહને અક્ષય કુમારને મળવા માટે કંઈ પણ સહન કરવું પડતું હતું. જયારે આજે તે સમય છે જ્યારે આ બંને સ્ટાર્સે સાથે સ્ક્રીન શેર કરી છે. નોંધનીય છે કે, ગયા વર્ષે એટલે કે 2021માં જ તેની કોપ ડ્રામા ફિલ્મ સૂર્યવંશી રિલીઝ થઈ હતી.