Not Set/ ખાંભા- ઉના સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત, ત્રણ ઘાયલ

ફરી રાજ્યનાં માર્ગ પર અકસ્માતમાં એક નવયુવાનનું મોત અને 3 યુવકો ધાયલ થયા છે. રાજ્યમાં છાશવારે સર્જાતા અકસ્માતમાં રોજને રોજ કોઇ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવી રહ્યો છે. સરકાર દ્વાર પણ અનેક પ્રકારની કવાયતો માર્ગ અકસ્માતને ખાળવા માટે હાથ ધરવામાં આવે છે. પરંતુ અકસ્માતી મોત પોતાનું તાંડવ છતા પર કોઇને કોઇ માર્ગ પર કરી રાજ્યનાં રસ્તાને […]

Gujarat Others
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa 5 ખાંભા- ઉના સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત, ત્રણ ઘાયલ

ફરી રાજ્યનાં માર્ગ પર અકસ્માતમાં એક નવયુવાનનું મોત અને 3 યુવકો ધાયલ થયા છે. રાજ્યમાં છાશવારે સર્જાતા અકસ્માતમાં રોજને રોજ કોઇ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવી રહ્યો છે. સરકાર દ્વાર પણ અનેક પ્રકારની કવાયતો માર્ગ અકસ્માતને ખાળવા માટે હાથ ધરવામાં આવે છે. પરંતુ અકસ્માતી મોત પોતાનું તાંડવ છતા પર કોઇને કોઇ માર્ગ પર કરી રાજ્યનાં રસ્તાને રક્ત રંજીત કરે જ છે. આવો જ એક કિસ્સો અમરેલીનાં ખાંભા પાસે ઘટ્યો છે.

ખાંભા – ઉના સ્ટેટ હાઇવેના રાહગળા નજીક બે મોટર સાઇકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે મોટરસાયકલ સામસામે ઘડાકા ભેર આથડાતા એક બાઇક ચાલકનું મોત નિપજ્યું છે. તો બીજા ત્રણને ગંભીર રીતે ઇજાઓ પહોંચી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે મારનાર યુવક ખાંભાના ભગવતીપરાનો હોવાનું સામે આવી રહ્યું છે. અને ઇજાગ્રસ્ત તમામ ત્રણ બાઈક સવારો નશામાં હોવાનું પણ જાણવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ઘરવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.