Viral Video/ બેટ્સમેનની એક ભૂલ ટીમને પડી ભારે, 2 રનનાં ચક્કરમાં કરી આટલી મોટી ભૂલ, Video

હોબાર્ટ હરિકેન્સને બિગ બેશ લીગની મેચમાં મેલબોર્ન સ્ટાર્સ સામેની ભૂલની ભારે કિંમત ચૂકવવી પડી હતી. હોબાર્ટ હરિકેન્સનાં બેટ્સમેન ટિમ ડેવિડનાં કારણે સમગ્ર ટીમને આ સજા ભોગવવી પડી હતી.

Sports
11 2021 12 25T155457.053 બેટ્સમેનની એક ભૂલ ટીમને પડી ભારે, 2 રનનાં ચક્કરમાં કરી આટલી મોટી ભૂલ, Video

હોબાર્ટ હરિકેન્સને બિગ બેશ લીગની મેચમાં મેલબોર્ન સ્ટાર્સ સામેની ભૂલની ભારે કિંમત ચૂકવવી પડી હતી. હોબાર્ટ હરિકેન્સનાં બેટ્સમેન ટિમ ડેવિડનાં કારણે સમગ્ર ટીમને આ સજા ભોગવવી પડી હતી. હોબાર્ટ હરિકેન્સની બેટિંગ દરમિયાન ટિમ ડેવિડે એક શોર્ટ રન લીધો હતો. આ પછી, એમ્પાયરે તેને ઇરાદાપૂર્વક શોર્ટ રન લેવા માટે દોષી ગણાવ્યો હતો અને 5 રનનો દંડ ફટકાર્યો હતો. BBLમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ ટીમ પર 5 રનનો દંડ ફટકારવામાં આવ્યો હોય.

આ પણ વાંચો – IND vs SA / ટીમ ઈન્ડિયા પાસે આફ્રિકાની ધરતી પર પ્રથમ વખત ટેસ્ટ સીરીઝ જીતવાની તક, જાણો શું હશે Playing Eleven

આપને જણાવી દઇએ કે, બિગ બેશ લીગ 2021ની 19મી મેચમાં કંઈક એવું થયું જેણે બધાને ચોંકાવી દીધા. વાસ્તવમાં, હોબાર્ટ હરિકેન્સ અને મેલબોર્ન સ્ટાર્સ વચ્ચેની મેચમાં, હોબાર્ટે શાનદાર રમત બતાવી અને 24 રનથી જીત મેળવવામાં સફળ રહી. પરંતુ હોબાર્ટ તરફથી રમતા સિંગાપોરનાં બેટ્સમેન ટિમ ડેવિડે મેચ દરમ્યાન એવી ખરાબ ભૂલ કરી હતી જેની ખૂબ ટીકા થઈ રહી છે. બન્યું એવું કે હોબાર્ટની ઇનિંગની છેલ્લી ઓવર દરમ્યાન ટિમ ડેવિડે મોટી ભૂલ કરી હતી. જણાવી દઇએ કે, ડેવિડે બે રન ઝડપથી લેવા માટે અજાણતામાં એક રન શોર્ટ લીધો હતો. જે બાદ એમ્પાયરે તેને અટકાવ્યો અને આ ભૂલને કારણે એમ્પાયરે વિરોધી ટીમને પેનલ્ટી તરીકે 5 રન આપ્યા. આ ઘટના 20મી ઓવરનાં પાંચમાં બોલ પર બની હતી. વાસ્તવમાં, બોલર બ્રોડી કાઉચનાં પાંચમાં બોલ પર, જે યોર્કર હતો, તેના પર ટિમ ડેવિડે લોગ-ઓન પર શોટ રમ્યો જ્યાં મેક્સવેલે બોલને પકડીને વિકેટકીપર તરફ ફેંક્યો, આવી સ્થિતિમાં ડેવિડ નોમ-સ્ટ્રાઇક પર પહોંચ્યા વિના જ બીજો રન લેવા માટે પરત ફર્યા હતા. જો કે તે બીજો રન પૂરો કરે છે પરંતુ એમ્પાયરની પકડમાં આવી જાય છે. આ પછી, ટીવી રિપ્લે જોયા પછી, તે સ્પષ્ટ છે કે ડેવિડ ઉતાવળમાં શોર્ટ રન લે છે. જે બાદ એમ્પાયર સજા તરીકે હોબાર્ટની ટીમ પાસેથી પેનલ્ટી તરીકે 5 રન કાપી લે છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – Cricket / એશિઝમાં ઈંગ્લેન્ડની બેક ટૂ બેક હાર બાદ ગ્લેન મેકગ્રા થયો ગુસ્સે, કહ્યુ- IPL અને BBL એ દુશ્મનોને બનાવ્યા દોસ્ત

મેચની વાત કરીએ તો હોબાર્ટ હરિકેન્સે 20 ઓવરમાં 6 વિકેટે 180 રન બનાવ્યા હતા, જેમાં બેન મેકડર્મોટે 67 રન બનાવ્યા હતા, આ ઉપરાંત ટિમ ડેવિડ 12 બોલમાં 22 રન બનાવીને અણનમ રહ્યો હતો. 181 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મેલબોર્ન સ્ટાર્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 156 રન જ બનાવી શકી હતી. મેલબોર્ન તરફથી સૌથી વધુ રન, જો ક્લાર્કે (52) બનાવ્યા હતા.