Not Set/ ‘એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ’ દેશભરમાં 1 જૂન સુધીમાં કરાશે લાગુ : રામવિલાસ પાસવાન

કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન રામ વિલાસ પાસવાને પટનામાં પત્રકારોને સંબોધન કરતાં કહ્યું કે એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ 16 રાજ્યોમાં રજૂ કરવામાં આવ્યું છે અને 1 જૂન સુધીમાં તે દેશભરમાં લાગુ થઈ જશે.  તેમણે કહ્યું કે તેનો અમલ ત્રણ તબક્કામાં કરવો પડશે. જે રાજ્યોથી શરૂઆત કરવામાં આવી છે તેમાં આંધ્રપ્રદેશ, હરિયાણા, કર્ણાટક, કેરળ, […]

Top Stories India
ramvilash 'એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ' દેશભરમાં 1 જૂન સુધીમાં કરાશે લાગુ : રામવિલાસ પાસવાન

કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન રામ વિલાસ પાસવાને પટનામાં પત્રકારોને સંબોધન કરતાં કહ્યું કે એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ 16 રાજ્યોમાં રજૂ કરવામાં આવ્યું છે અને 1 જૂન સુધીમાં તે દેશભરમાં લાગુ થઈ જશે. 

તેમણે કહ્યું કે તેનો અમલ ત્રણ તબક્કામાં કરવો પડશે. જે રાજ્યોથી શરૂઆત કરવામાં આવી છે તેમાં આંધ્રપ્રદેશ, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, ત્રિપુરા, ગુજરાત અને ઝારખંડ વગેરેનો સમાવેશ થાય છે. રામ વિલાસે કહ્યું કે, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા અને છત્તીસગઢ માટે લાગુ કરવાની પ્રક્રિયા પર કામ ચાલી રહ્યું છે.

રામવિલાસે જણાવ્યું હતું કે હવે દેશના કોઈપણ ભાગમાં રહીને રેશનકાર્ડ ધારક તેમના કાર્ડમાંથી રેશન લઈ શકે છે. તેમણે કહ્યું કે આખા દેશમાં રેશનકાર્ડના લાભાર્થીઓની સંખ્યા 81 કરોડ છે, જેમને ઘઉંના કિલોગ્રામ દીઠ બે રૂપિયા અને ચોખાના પ્રતિ કિલોગ્રામ ત્રણ રૂપિયા આપવામાં આવે છે. રામ વિલાસે કહ્યું કે અમે જાહેર વિતરણ પ્રણાલી દ્વારા 610 લાખ ટન અનાજ પહોંચાડીએ છીએ. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર આ માટે એક લાખ 78 હજાર કરોડની સબસિડી આપે છે.

રામ વિલાસે જણાવ્યું હતું કે દેશભરમાં લગભગ ત્રણ કરોડ રેશનકાર્ડ બનાવટી હોવાનું જાણવા મળ્યું છે, જેમાંથી, 44,400 કાર્ડ બિહારમાંથી બનાવટી હોવાનું માલુમ પડ્યું હતું અને આ બનાવટી કાર્ડ રદ કરવામાં આવતાં સરકારે લગભગ ત્રણ કરોડ રૂપિયાની બચત કરી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.