Not Set/ ડુંગળી/ બહુ જલ્દી ઘટી શકે છે ભાવ, મોદી સરકારે 1 લાખ ટન ડુંગળી આયાત કરવાનો આપ્યો આદેશ

દિવસે દિવસે ડુંગળીના વધતા ભાવોએ ગૃહિણીના રસોડાનું બજેટ ખોરવી ને મૂકી દીધું છે. ડુંગળીના ભાવ આસમાને પહોંચતા અટકાવવા સરકારે મોટો નિર્ણય લીધો છે. ડુંગળીના ભાવને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકારે એમએમટીસીને એક લાખ ટન ડુંગળીની આયાત કરવાનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન રામ વિલાસ પાસવાને શનિવારે એક ટ્વિટ દ્વારા કહ્યું કે […]

Business
onions ડુંગળી/ બહુ જલ્દી ઘટી શકે છે ભાવ, મોદી સરકારે 1 લાખ ટન ડુંગળી આયાત કરવાનો આપ્યો આદેશ

દિવસે દિવસે ડુંગળીના વધતા ભાવોએ ગૃહિણીના રસોડાનું બજેટ ખોરવી ને મૂકી દીધું છે. ડુંગળીના ભાવ આસમાને પહોંચતા અટકાવવા સરકારે મોટો નિર્ણય લીધો છે. ડુંગળીના ભાવને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકારે એમએમટીસીને એક લાખ ટન ડુંગળીની આયાત કરવાનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન રામ વિલાસ પાસવાને શનિવારે એક ટ્વિટ દ્વારા કહ્યું કે સરકારે એક લાખ ટન ડુંગળીની આયાત કરવાનો નિર્ણય લીધો છે.

Onion1 ડુંગળી/ બહુ જલ્દી ઘટી શકે છે ભાવ, મોદી સરકારે 1 લાખ ટન ડુંગળી આયાત કરવાનો આપ્યો આદેશ

તેમણે કહ્યું, “સરકારે ડુંગળીના ભાવને નિયંત્રણમાં રાખવા માટે એક લાખ ટન ડુંગળીની આયાત કરવાનો નિર્ણય લીધો છે. એમએમટીસી 15 નવેમ્બરથી 15 ડિસેમ્બરની વચ્ચે દેશમાં વિતરણ માટે આયાત કરેલી ડુંગળી ઉપલબ્ધ કરશે અને નાફેડ દેશના દરેક ભાગમાં ઉપલબ્ધ છે. ડુંગળી વહેંચવાની જવાબદારી સોંપવામાં આવી છે. “

garlic ડુંગળી/ બહુ જલ્દી ઘટી શકે છે ભાવ, મોદી સરકારે 1 લાખ ટન ડુંગળી આયાત કરવાનો આપ્યો આદેશ

ઉલ્લેખનીય છે કે ડુંગળીના ભાવોને અંકુશમાં રાખવા માટે કેબિનેટ સેક્રેટરીએ દેશના વિવિધ ભાગોમાં ડુંગળીની અછતની સમીક્ષા કરવા ગ્રાહક બાબતોના સચિવ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. એમએમટીસીને દુબઈ અને અન્ય દેશોમાંથી ડુંગળીની આયાત કરીને દેશમાં તેની ઉપલબ્ધતામાં વધારો કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.