સુરતમાં IPL પર સટ્ટાખોરી/ અડાજણમાં ઓનલાઈન સટ્ટાનું રેકેટ ઝડપાયું, ખુલ્યું દુબઈ કનેક્શન

ઓનલાઈન સટ્ટાનું રેકેટ ઝડપાયું છે. અડાજણ પાલમાંથી સટ્ટાનું રેકેટ ઝડપાયું છે. 11.53 કરોડનો ઓનલાઇન સટ્ટો ઝડપાયો હતો. દુબઈથી સટ્ટાનું ઓપરેટિંગ થતુ હતું.

Gujarat Surat
ઓનલાઈન સટ્ટાનું

સુરતમાં IPL શરૂ થતા સટ્ટોડિયા સક્રિય થયા છે. ઓનલાઈન સટ્ટાનું રેકેટ ઝડપાયું છે. અડાજણ પાલમાંથી સટ્ટાનું રેકેટ ઝડપાયું છે. 11.53 કરોડનો ઓનલાઇન સટ્ટો ઝડપાયો હતો. દુબઈથી સટ્ટાનું ઓપરેટિંગ થતુ હતું. શ્રીપદ એપ.માંથી સટ્ટો ઓપરેટ થતો હતો. જીગર ટોપીવાળા IPL શરૂ થતા દુબઇ ગયો હતો. સ્ટે મોનિટરિંગ સેલે ભરત અને પ્રકાશ ઠક્કરને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર શહેરના નવરંગપુરા, વાસણા, વેજલપુર, સેટેલાઈટ તેમજ પૂર્વ અમદાવાદમાં ઘણા બધા વિસ્તારોમાં ક્રિકેટ પર ઓનલાઈન સટ્ટો ખુલ્લેઆમ રમાડાઈ રહ્યો છે. તેમ છતાંય સ્થાનિક પોલીસ દ્વારા કોઈ જ પગલાં ન લેવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન ડીજી વિજિલન્સની ટીમને બાતમી મળી હતી કે, સુરત એલ.પી સવાણી રોડ પર શ્રીપદ એન્ટિલિયામાં રહેતા ભરત જશવંત ઠક્કર તેમજ પ્રકાશ ચતુરભાઈ ઠક્કર આઈપીએલની મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યો છે. વિજિલન્સની ટીમે તરત જ તેમના ઘરે દરોડા પાડીને ઝડપી લીધા હતા.

સ્ટેટ મોનિટરિંગ સેલે કરોડોની સટ્ટાખોરી પર તવાઈ કરતા 11.53 કરોડની ઓનલાઈન સટ્ટાખોરી ઝડપવામાં આવી છે.  મળતી માહિતી અનુસાર આ સટ્ટો દુબઈથી ઓપરેટ થતો હતો. પાલમાં આવેલા શ્રીપદ એન્ટેલિયા એપાર્ટમેન્ટમાં પોલીસે દરોડા પાડતા   ભરત ઠક્કર અને પ્રકાશ ઠક્કર નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આંગડીયા પેઢી મારફતે રૂપિયાના હવાલા કરવામાં આવતા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલે આ મુદ્દે જીગર ટોપીવાળા સહિત 14ને વોન્ટેડ જાહેર કર્યા છે. સાથે જ મોબાઇલ, લેપટોપ અને રોકડ રકમ મળીને 50 હજારથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. મહત્વનુંછેકે   આ નેટવર્ક સુરતની સાથે અમદાવાદ, દિલ્લી, જબલપુરમાં ચાલતું હતું.

ઉલ્લેખનીય છે કે, અગાઉ વડોદરા નજીક ફાર્મ હાઉસમાં કેન્દ્રીય એજેન્સીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં, 4000 કરડોના ક્રિકેટના સટ્ટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :લુણામાં આચાર્યએ વિદ્યાર્થીને માર્યો માર, પોલીસે CCTV કબ્જે કરી હાથધરી તપાસ

આ પણ વાંચો :જનતા પર વધુ એક મોંઘવારીનો માર,હવે સુમુલ ડેરીએ પણ છાશના ભાવમાં કર્યો વધારો

આ પણ વાંચો : લીંબડી રાજ મહેલમાં ચોરાયેલી ચાંદીની એન્ટિક વસ્તુ વેચનારી મહિલા ઝડપાઈ

આ પણ વાંચો :નારાયણ સાંઇ સામે વધુ એક ફરિયાદ,જામીન મેળવવા માતાની બિમારીનું ખોટું સર્ટિફિકેટ રજૂ કર્યું