Bhavnagar News/ ભાવનગરમાં શિક્ષક સાથે ઓનલાઇન છેતરપિંડી

ભાવનગરમાં શિક્ષક સાથે ઓનલાઇન ઠગાઈ થઈ છે. સાઇબર ક્રાઇમની ટીમે ઠગાઈ કરનારા ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. આ ત્રણેય શખ્સ અમદાવાદથી ઝડપાયા છે. શિક્ષક સાથે છેતરપિંડી કરનારા ત્રણ આરોપી ઝડપાયા છે.

Gujarat Others Breaking News

Bhavnagar News: ભાવનગરમાં શિક્ષક સાથે ઓનલાઇન ઠગાઈ થઈ છે. સાઇબર ક્રાઇમની ટીમે ઠગાઈ કરનારા ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. આ ત્રણેય શખ્સ અમદાવાદથી ઝડપાયા છે. શિક્ષક સાથે છેતરપિંડી કરનારા ત્રણ આરોપી ઝડપાયા છે. ભાવનગરમાં શેર બજારમાં ટ્રેડિંગના નામે સાયન્સ શિક્ષક સાથે રૂ.53 લાખની છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ નોંધાય છે.સાઈબર ગઠિયાઓએ શિક્ષકને ઓછા રૂપિયે વધુ નફાની લાલચ આપી બાટલીમાં ઉતાર્યા બાદ રકમ પડાવી લઈ છેતરપિંડી કરી હતી

ભાવનગર શહેરના કાળિયાબીડ, સરદાર પટેલ સંકુલમાં આવેલા સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા અને ધો.11-12માં કેમેસ્ટ્રી શિક્ષક તરીકે નોકરી કરતા ચેતનભાઈ વિનોદભાઈ જોષી (ઉ.વ.38, રહે, મુળ ધારપીપળા, તા.બોટાદ)એ તેમના ફેસબુક પેજ પર ગત તા.28-4ના રોજ તેમના શેરબજારને લગતી આવેલી જાહેરાતમાં આપેલી લીન્ક મારફત અવેન્ડસ બિઝનેસ સ્કૂલ નામનું વોટ્સએપ ગુ્રપ જોઈન કર્યું હતું. જેમાં સ્ટોક માર્કેટને લગતા સમાચાર અને ટ્રેડીંગની ટીપ્સ આવતી હોય, થોડા દિવસ પછી ગુ્રપમાં એપ્લીકેશન ડાઉનલોડ કરવાની લીંક આવતા શિક્ષક ચેતનભાઈએ તે આફમેપ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી.

ત્યારબાદ ઓટીસી ટ્રેડીંગ વિશે મેસેજ તેમજ ઓછા ભાવે સ્ટોક મેળવી સારો નફો કરવા અને આઈપીઓ લાગશે-નફો થશે તેવું જણાવતા શિક્ષકે તેમાં એકાઉન્ટ બનાવ્યું હતું અને એપ્લીકેશન મારફત સ્ટોક ખરીદી તેમના અને તેમના પિતાના બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૂા.53,90,000 ટ્રાન્ઝેક્શન કર્યું હતું. દરમિયાનમાં ગત તા.14-6ના રોજ તેમના પિતાના બેન્ક એકાઉન્ટમાંથી ભેજાબાજ શખ્સોએ રૂા.83,000 વીડ્રો કરવા દીધા હતા અને બીજી રકમ ઉપાડવાની રિક્વેસ્ટ કરતા ટેક્સ અને બીજા ચાર્જીના વધુ પૈસા ભરવા પડશે તેમ કહીં વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાવનગરમાં પંજાબ પોલીસના ધામા કરોડોના ફ્રોડ કેસ મામલે પંજાબ પોલીસ આવી ભાવનગર કેસના આરોપી જયદીપ રાઠોડ, રવિ વાળાની કરાઈ ધરપકડ આરોપી ભોજુ

આ પણ વાંચો: શેરબજારમાં રોકાણના નામે ભાવનગરમાં છેતરપિંડી, શિક્ષક-ડોક્ટર છેતરાયા

આ પણ વાંચો: ભાવનગર/ ઉદ્યોગપતિ પાસે રૂ.10.4 લાખની છેતરપિંડી, થઇ પોલીસ ફરિયાદ