છેતરપિંડી/ ખેડામાં ભારત સરકારના ઉચ્ચ અધિકારી સાથે ઓનલાઇન ઠગાઇ,SMS લિંક પર ક્લિક કરતા એકાઉન્ટમાંથી પૈસા ગાયબ

ખેડામાં ભારત સરકારમાં એડિશનલ સેક્રટરી તરીકે સેવા આપતા ઉચ્ચ અધિકારી સાથે ઓનલાઇન ઠગાઇની ઘટના સામે આવી છે

Top Stories Gujarat
5 26 ખેડામાં ભારત સરકારના ઉચ્ચ અધિકારી સાથે ઓનલાઇન ઠગાઇ,SMS લિંક પર ક્લિક કરતા એકાઉન્ટમાંથી પૈસા ગાયબ
  • ખેડામાં  ભારત સરકારના અધિકારી સાથે ઠગાઇ
  • એડિશનલ સેક્રેટરી સાથે ઓનલાઇન ઠગાઈ
  • લિંક ઉપર ક્લિક કરતા 2.24 લાખની ઠગાઈ
  • હેમરાજ કામદાર મિનિસ્ટ્રી ઓફ કલ્ચરમાં બજાવે છે ફરજ
  • SMS દ્વારા આવેલી લીંક ઉપર ક્લિક કરતા ઠગાઇ
  • અધિકારીએ સાયબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ

ઓનલાઈન ફ્રોડ કરનાર ભેજાબાજ ઘણા જ્ઞાની લોકોને પણ પોતાના સકંજામાં ફસાવી ચૂક્યા છે,અને ફસાવી રહ્યા છે, આવા લોકોના કારસ્તાનનો ભોગ સરકારી અધિકારી સહિત શિક્ષિત લોકો પણ થઇ રહ્યા છે.ઓનલાઇ ઠગાઇનો એક એવો જ કિસ્સો ખેડામાંથી સામે આવ્યો છે. ખેડામાં ભારત સરકારમાં એડિશનલ સેક્રટરી તરીકે સેવા આપતા ઉચ્ચ અધિકારી સાથે ઓનલાઇન ઠગાઇની ઘટના સામે આવી છે. ભારત સરકારના મિનિસટ્રી ઓફ કલ્ચરમાં ફરજ બજાવતા હેમરાજ કામદાર ઓનલાઇન છેતરપિંડીના ભોગ બન્યા છે, તેમના મોબાઇલ પર એક SMS લિંક આવી હતી,આ લિંક તેમણે ઓપન કરતાની સાથે જ તેમના એકાઉન્ટમાંથી 2.24 લાખ નીકળી ગયા છે, આની જાણ થતા જ તેમણે સત્વરે સાયબર પોલીસમાં ફરિયાદ કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ ઓનલાઇન ઠગાઇની ફરિયાદ નોંધીને સાયબર પોલીસ તપાસ અર્થે કામ કરી રહી છે, ઓનલાઇન ઠગના કિસ્સાઓ દિનપ્રતિદિન ખુબ વધી રહ્યા છે.