Not Set/ માત્ર 2 રનમાં પૂરી ટીમ ઓલ આઉટ, 1 બોલમાં મેચનો નિર્ણય, જુઓ

ક્રિકેટને હંમેશા અનિશ્ચિત્તાઓની ગેમ માનવામાં આવતી હોય છે. આ રમતમાં કોઈ પણ ટીમનો હાર જીત નો નિર્ણય થતો હોય છે તેમજ ક્રિકેટના પાસાઓમાં રેકોર્ડ પણ બનતા હોય છે. આ રેકોર્ડ વચ્ચે કોઈ પણ મેચનો નિર્ણય માત્ર ૧ જ બોલમાં આવે અને રેકોર્ડ બને તો તે તમામ માટે ચોકાવનારી વાત કહી શકાય. પરંતુ આ સાચી વાત છે. […]

Sports
download 28 માત્ર 2 રનમાં પૂરી ટીમ ઓલ આઉટ, 1 બોલમાં મેચનો નિર્ણય, જુઓ

ક્રિકેટને હંમેશા અનિશ્ચિત્તાઓની ગેમ માનવામાં આવતી હોય છે. આ રમતમાં કોઈ પણ ટીમનો હાર જીત નો નિર્ણય થતો હોય છે તેમજ ક્રિકેટના પાસાઓમાં રેકોર્ડ પણ બનતા હોય છે. આ રેકોર્ડ વચ્ચે કોઈ પણ મેચનો નિર્ણય માત્ર ૧ જ બોલમાં આવે અને રેકોર્ડ બને તો તે તમામ માટે ચોકાવનારી વાત કહી શકાય. પરંતુ આ સાચી વાત છે.

હકીકતમાં, કેરળમાં ગુંટુર સ્તિથ જેકેસી કોલેજ મેદાનમાં રમાયેલી બીસીસીઆઈની અંદર-૧૯ ની મેચમાં આ રસપ્રદ વાત બની હતી. અંદર-૧૯ મહિલાઓની કેરલ અને નાગાલેંડ વચ્ચે આ મેચ રમાઈ હતી. આ મેચમાં નાગાલેંડ મહિલા ટીમ ફક્ત ૨ રન પર જ ઓલ આઉટ થઇ ગઈ હતી. ૧૭ ઓવરમાં ૧ રન બેટથી આવ્યો જયારે ૧ રન એક્સ્ટ્રાના રૂપમાં આવ્યો હતો. જવાબમાં આ લક્ષ્યાંકને કેરળની ટીમે માત્ર ૧ જ બોલમાં વટાવી મેચ જીતી લીધી હતી. આ સાથે સૌથી ઓછા બોલમાં રન ચેસ કરવાનો રેકોર્ડ કેરળની મહિલા ટીમે બનાવ્યો છે.