MP/ ફ્રાન્સ રાષ્ટ્રપતિનો વિરોધ કરવો કોંગ્રેસી નેતાને પડ્યો ભારે, ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી થઇ શરુ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં મધ્ય વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય આરિફ મસૂદ અને તેના સમર્થકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ થયાના એક દિવસ પછી, ભોપાલમાં મોટી તળાવ નજીક ગેરકાયદેસર બાંધકામોની કાર્યવાહી ગુરુવારે શરૂ થઈ હતી. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના ધારાસભ્યએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.  POLITICAL: અર્નબ ગોસ્વામી મામલે ગુજરાત ભાજપનાં વલણને લઇને કોંગ્રેસે […]

India
mp ફ્રાન્સ રાષ્ટ્રપતિનો વિરોધ કરવો કોંગ્રેસી નેતાને પડ્યો ભારે, ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી થઇ શરુ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં મધ્ય વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય આરિફ મસૂદ અને તેના સમર્થકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ થયાના એક દિવસ પછી, ભોપાલમાં મોટી તળાવ નજીક ગેરકાયદેસર બાંધકામોની કાર્યવાહી ગુરુવારે શરૂ થઈ હતી. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના ધારાસભ્યએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. 

POLITICAL: અર્નબ ગોસ્વામી મામલે ગુજરાત ભાજપનાં વલણને લઇને કોંગ્રેસે કર્…

મહાનગર પાલિકાના જણાવ્યા મુજબ મોટા તળાવ નજીક લગભગ 12 હજાર ચોરસફૂટ વિસ્તારમાં ફેલાયેલા ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી સાધનો સાથે પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સવારના અગિયાર વાગ્યા સુધીમાં ગેરકાયદે બાંધકામોનો મોટો ભાગ તોડી પાડવામાં આવ્યો હતો. કોર્પોરેશન દ્વારા જે ગેરકાયદેસર બાંધકામની કાર્યવાહી કરવામાં આવી છે તે કોંગ્રેસનાં ધારાસભ્ય આરીફ મસૂદનું છે. અને આ વિસ્તારનાં મુસ્લિમો દ્વારા જ ફ્રાન્સનાં રાષ્ટ્રપતિનો વિરોધ કરવામાં આવ્યો હતો અને વિધાયક અને તેના સાથીઓ સામે કેસ પણ દાખલ થયો હતો. 

survey / લ્યો બોલો, આ કોરોના છે કે આંકડાની માયાજાળ? જોણીલો હવે સરકારી…

આપને જણાવી દઇએ કે, ગત બુધવારે ધારાસભ્ય આરિફ મસૂદ અને છ અન્ય સામે ભોપાલના તલૈયા પોલીસ સ્ટેશનમાં ધાર્મિક ભાવના ભડકાવવા સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ ધર્મ સંસ્કૃતિ સમિતિના અધિકારી ડો.દીપક રઘુવંશીની ફરિયાદ પર નોંધવામાં આવ્યો હતો. 

us election / ઓબામાથીબિલ ક્લિન્ટન સુધી તમામ રેકોર્ડો તોડી નાખ્યા જો બિડને,…

ગયા અઠવાડિયે અહીંના ઇકબાલ મેદાનમાં ફ્રેન્ચ રાષ્ટ્રપતિ સામેના વિરોધ દરમિયાન આરોપીઓ પર ધાર્મિક ભાવના ભડકાવવાનો આરોપ છે. ધારાસભ્ય મસૂદની હાજરીમાં પ્રદર્શન દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિનું પુતળું અને ધ્વજ સળગાવી દેવાયા હતા. આ સમય દરમિયાન વક્તાઓએ વાંધાજનક ભાષણો પણ આપ્યા હતા.

પોલીસે ફરિયાદના આધારે ધારાસભ્ય આરીફ મસૂદ ઉપરાંત સ્થાનિક રહીશો શાહવર મન્સૂરી, અકીલ ઉરહમાન, નૈમ ખાન, મોહમ્મદ સલાર, ઇકરામ હાશ્મી અને અબ્દુલ નૌમ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ બાબતને ધ્યાનમાં રાખી વિચાર-વિમર્શ દરમિયાન આગળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.