Court/ આયેશા આપઘાત કેસમાં પતિને જ્યુડિશિયલ કસ્ટડી મોકલવાનો હુકમ

ગુજરાતનો વર્ષ 2021 નો સૌથી ચકચારી આયેશા આપઘાત કેસ મામલે આરોપી આરીફ ખાનના ત્રણ દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થતા તેને રિવરફ્રન્ટ પોલીસે મેટ્રો કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી ન કરાતા નામદાર મેટ્રો કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ જાહેર કર્યો હતો. ઘરકંકાસથી કંટાળીને વટવાની આયેશા નામની યુવતિએ સાબરમતી નદીમાં ઝંપલાવીને […]

Ahmedabad Gujarat
aayesha liyakat ali 3 1 આયેશા આપઘાત કેસમાં પતિને જ્યુડિશિયલ કસ્ટડી મોકલવાનો હુકમ

ગુજરાતનો વર્ષ 2021 નો સૌથી ચકચારી આયેશા આપઘાત કેસ મામલે આરોપી આરીફ ખાનના ત્રણ દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થતા તેને રિવરફ્રન્ટ પોલીસે મેટ્રો કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી ન કરાતા નામદાર મેટ્રો કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ જાહેર કર્યો હતો.

ઘરકંકાસથી કંટાળીને વટવાની આયેશા નામની યુવતિએ સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યું હતું. આયેશાએ આપઘાત કરતા પહેલા એક વિડીયો બનાવ્યો હતો જે સોશિયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઇ હતી. જેમાં આયેશાએ પોતાની આપવીતી જણાવી હતી એટલું જ નહીં આયેશાએ મોતની છલાંગ લગાવતા પહેલા પોતાના માતા પિતા સાથે ફોન ઉપર વાતચીત પણ કરી હતી. સમગ્ર ઓડિયો અને વીડિયોમાં આયેશા ઘરકંકાસથી ખુબજ કંટાળેલી દેખાતી હતી.પતિએ ગુજારેલા ત્રાસથી આયેશાએ જીવન ટૂંકાવી દેવાનું વિકલ્પ પસંદ કરીને ગુજરાતની જનતાની આંખો ખોલી દીધી છે કે રાજ્યમાં કેટલી હદ તક મહિલાઓની સાથે અત્યાચાર થઇ રહ્યું છે. અને કેટલાક લોકોની માનસિકતા કેટલી નીચલી હદ સુધીની છે તે આ ઘટના ઉપરથી સાબિત થઇ રહ્યું છે. હવે જોવાનું એ છે કે આયેશાને આખરે ન્યાય મળશે કે નહિ તેના ઉપર સૌ કોઈની નજર મંડરાઈ રહી છે.