Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં ગ્વાલિયા સ્વીટ્સ (Gwalia Sweets)માંથી પરિવારને ઓનલાઈન છોલે ભટુરે મંગાવવાનો કડવો અનુભવ થયો છે. ફૂડમાંથી બે વંદા નીકળતા કોર્પોરેશનને ફરિયાદ કરી હતી. તંત્રએ ગ્વાલિયા સ્વીટ્સને રૂપિયા 25000નો દંડ ફટકાર્યો છે.

માહિતી અનુસાર પ્રહલાદનગરમાં આવેલ પ્રખ્યાત ગ્વાલિયા સ્વીટ્સમાંથી ઓનલાઈન ફૂડ મંગાવતા વંદા નીકળતાં પરવારે ફરિયાદ કરી હતી. પરંતુ બાદમાં ફરિયાદ પાછી લેવાની વાત કરી હતી. પરંતુ અમદાવાદ મનપાએ ફરિયાદનાં આધારે રેસ્ટોરન્ટને 25000નો દંડ ફટકાર્યો હતો. લાયસન્સ હોવાથી હાલ વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.
અગાઉ અમદાવાદમાં સૌથી પોશ ગણાતા સિંધુભવન રોડજ પર આવેલી SBR ગ્વાલિયા રેસ્ટોરેન્ટના કુલચામાંથી વંદો નીકળવાની ઘટના સામે આવી હતી. જ્યાં ઓસ્ટ્રેલિયાથી આવેલો એક પરિવાર જે ગ્વાલિયા રેસ્ટોરેન્ટમાં જમવા માટે ગયો હતો. ત્યારે આ ઘટના બની હતી. આ ઘટના બાદ રેસ્ટોરેન્ટમાં હોબાળો મચ્યો હતો.તેઓએ અલગ અલગ જમવાનું ઓર્ડર કર્યું હતું. જેમાં વેજીટેબલ કુલચા પણ તેઓએ ઓર્ડર કર્યા હતા. ઓસ્ટ્રેલિયાથી જે દીકરી આવી હતી. તે કુલચા ખાતી હતી, ત્યારે અચાનક જ ધ્યાન ગયું હતું કે કુલચામાં વંદો છે આથી યુવતી ગભરાઈ ગઈ હતી કારણ કે આ પ્રકારની વસ્તુ જતા તેની તબિયત ઉપર પણ માઠી અસર પડે છે.
આ પણ વાંચો:વડોદરા શહેરનું જગદીશ ફરસાણ ફરી વિવાદમાં
આ પણ વાંચો:અમદાવાદના મણિનગરમાં ઝોમેટો માથી મંગાવેલ મિઠાઈમાં નીકળી ફૂગ
આ પણ વાંચો:બહારનું ખાવાના શોખીનો ચેતી જજો, ભોજનમાંથી નીકળ્યો વંદો
