ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની સીરીઝની બીજી ટેસ્ટ મેચ જોહાનિસબર્ગમાં રમાઈ રહી છે. ત્રીજા દિવસે ભારતે બીજી ઇનિંગમાં 266 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાને ટેસ્ટ મેચ જીતવા માટે 240 રનની જરૂર છે. પરિણામ ગમે તે આવે, આ ટેસ્ટ શાર્દુલ ઠાકુરને હંમેશા યાદ રહેશે.
આ પણ વાંચો – First ODI / ODI ક્રિકેટને પૂરા થયા 51 વર્ષ, જાણો પ્રથમ મેચ કયા દેશ, ક્યા અને કેવી રીતે રમાઈ હતી?
તેણે પ્રથમ ઇનિંગમાં 7 વિકેટ લઈને શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. આ પછી શાર્દુલે બેટિંગમાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. પરંતુ આ દરમિયાન તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે વિચિત્ર શોટ્સ રમતા જોવા મળી રહ્યો છે. તેના શોટથી ટીમનો ડ્રેસિંગ રૂમ જ ધ્રૂજી ગયો હતો એટલું જ નહીં, ઈજા સામે ઝઝૂમી રહેલો વિરાટ કોહલી પણ સ્તબ્ધ થઈ ગયો હતો. આ વિચિત્ર શોટ પર ચોક્કો લગાવીને તેણે વિરાટની સાથે સાથે મયંક અગ્રવાલ, બેટિંગ કોચ વિક્રમ રાઠોડ અને હેડ કોચ રાહુલ દ્રવિડ પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ભારત તરફથી ચેતેશ્વર પુજારાએ 53 અને અજિંક્ય રહાણેએ 5 રન બનાવ્યા હતા. હનુમા વિહારી 40 રને અણનમ રહ્યો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી કાગીસો રબાડા, લુંગી એનગીડી અને મેક્રો જેન્સને 3-3 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી જોહાનિસબર્ગ ટેસ્ટમાં નથી રમી રહ્યો, પરંતુ આ મેચ દરમિયાન તે સતત કેમેરામાં કેદ થઈ રહ્યો છે.
Shardul Thakur Boundary and Virat kohli Laughing #SAVSIND pic.twitter.com/22rcsQqjeK
— Shubham Sharma (@Shubham73106588) January 5, 2022
આ પણ વાંચો – Shocking / ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે યૌન શોષણની કરી ફરિયાદ, પોલીસે શરૂ કરી તપાસ
આપને જણાવી દઈએ કે, વિરાટ જોહાનિસબર્ગ ટેસ્ટનાં ત્રીજા દિવસની શરૂઆત પહેલા પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં, એવું લાગે છે કે પીઠની સમસ્યાને કારણે મેચમાંથી બહાર રહેલો કોહલી હવે ફિટ છે. ભારતીય ક્રિકેટ ટીમ અને કોહલીનાં ચાહકો માટે એક સકારાત્મક સમાચાર છે.
