Kutch Epidemic/ કચ્છમાં રોગચાળાનો ભરડો, એક જ કુટુંબના ચારના મોત

કચ્છમાં તાજેતરમાં પડેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. ત્યારે વરસાદ બાદ રોગચાળાએ કચ્છને બાનમાં લીધું છે. લખપત તાલુકાના બેખરા ગામમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. ત્રણેય યુવાનોને વરસાદમાં ભીંજાયા બાદ ન્યુમોનિયા થયો હતો. જે બાદ ત્રણેય યુવકોને સારવાર માટે ભુજ અને અમદાવાદ ખસેડાયા હતા.

Gujarat Others Breaking News

Kutch News: કચ્છમાં તાજેતરમાં પડેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. ત્યારે વરસાદ બાદ રોગચાળાએ કચ્છને બાનમાં લીધું છે. લખપત તાલુકાના બેખરા ગામમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. ત્રણેય યુવાનોને વરસાદમાં ભીંજાયા બાદ ન્યુમોનિયા થયો હતો. જે બાદ ત્રણેય યુવકોને સારવાર માટે ભુજ અને અમદાવાદ ખસેડાયા હતા. જો કે ત્રણેય યુવાનોને બચાવી શકાયા ન હતા. ત્રણેય યુવાનોના મોતના સમાચાર સાંભળતા જ તેમના મામાનું પણ હાર્ટ એટેકથી અવસાન થયું હતું.

માત્ર 800ની વસ્તી ધરાવતા ગામમાં ચાર અંતિમયાત્રા નીકળી હતી અને સમગ્ર વિસ્તાર શોકમાં ડૂબી ગયો હતો. આ અંગે ખુદ બેખાડા ગામના આગેવાન આરબે જણાવ્યું હતું કે, ગામના શકુર મામદ જત, તેના મામા મુસ્તાક લુકમાન જત અને 18 વર્ષીય જુનાસ મામદ જત થોડા દિવસો પહેલા વરસાદ દરમિયાન પશુઓ સાથે ગામની સીમમાં ગયા હતા, પરંતુ જ્યારે તેમની હાલત વધુ ગંભીર બનતા તેઓને વધુ સારવાર માટે ભુજ અને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.

રિપોર્ટ કરાવતા તેમને ન્યુમોનિયા હોવાનું જણાયું હતું. વધુમાં, ચેપ તેના ફેફસામાં ફેલાઈ ગયો હતો. જેથી બે યુવકોના મોત થયા હતા. તેમજ ત્રીજા યુવક જુનાસને સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો. જ્યારે ગુરુવારે સવારે તેનું પણ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો.

એક જ પરિવારના ત્રણ યુવાનોના આકસ્મિક મોતના સમાચાર ગામમાં આગની જેમ ફેલાતા સમગ્ર ગામમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી. જ્યારે યુવકના કાકા જત સલીમાન લનાને આ સમાચાર મળ્યા તો તેઓ ચોંકી ગયા. જે બાદ તેની તબિયત પણ લથડતા તેને સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પછી અચાનક, એક જ પરિવારના ચાર આશાસ્પદ સભ્યો મૃત્યુ પામે છે, અને પરિવાર બરબાદ થઈ ગયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર કચ્છમાં લમ્પી રોગચાળાએ ઉચક્યું માથું, પશુપાલકોમાં ફફડાટ

આ પણ વાંચો: ગુજરાતના મોટાભાગના જિલ્લામાં રીસ્ટોરેશન કામગીરી ,સફાઈ અભિયાન અને આરોગ્યલક્ષી કામગીરીને અપાયું પ્રાધાન્ય

આ પણ વાંચો: કોરોના બાદ સ્વાઇન ફ્લૂનો કહેર, અમદાવાદમાં એક મહિનામાં 10 દર્દીનાં મોત