kerala news/ Live: કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં 93 લોકોએ ગુમાવ્યા જીવ, રેસ્ક્યુ ઓપરેશન યથાવત્

વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે. નેશનલ હેલ્થ મિશન દ્વારા અહીં કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. ઇમરજન્સી સહાય માટે હેલ્પલાઇન……….

Top Stories India Breaking News
Image 2024 07 30T084526.397 Live: કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં 93 લોકોએ ગુમાવ્યા જીવ, રેસ્ક્યુ ઓપરેશન યથાવત્

Kerala News: કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન થયું છે. જેમાં 100થી વધુ લોકો ફસાયા છે. લોકોને બચાવવા માટે મોટાપાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 93 લોકોના મોત થયા છે. મૃતકોમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે. બચાવ કાર્ય માટે સેનાની સાથે નેવીને પણ તૈનાત કરવામાં આવી છે.

આજે સવારે 2 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું. આ પછી સવારે લગભગ 4.10 વાગ્યે વધુ એક ભૂસ્ખલન થયું. ભૂસ્ખલનને કારણે 100થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા છે, તેમને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. જેમ જેમ બચાવ કામગીરી આગળ વધે તેમ તેમ મૃત્યુઆંક વધુ વધી શકે છે.

બચાવ કામગીરી માટે નૌકાદળની ટીમ એઝિમાલાથી પહોંચશે. મુખ્યમંત્રીની સૂચના મુજબ નેવીની મદદ લેવામાં આવી છે. મુખ્યમંત્રીએ નેવીની રિવર ક્રોસિંગ ટીમની મદદ માંગી છે. એઝિમાલા નેવલ એકેડમીની નૌકાદળની ટીમ તાત્કાલિક વાયનાડ જવા રવાના થઈ રહી છે.

કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન થતાં 100થી વધુ લોકો ફસાયા છે. ફસાયેલા લોકોને બચાવવા માટે મોટાપાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં 43 લોકોના મોત થયા છે. 250થી વધુ રેસ્ક્યુ ટીમ બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. ભૂસ્ખલનથી મલપ્પરૂમ શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.

LC191M6R?format=jpg&name=small Live: કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં 93 લોકોએ ગુમાવ્યા જીવ, રેસ્ક્યુ ઓપરેશન યથાવત્

મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે 2 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું. આ પછી સવારે લગભગ 4.10 વાગ્યે વધુ એક ભૂસ્ખલન થયું. ભૂસ્ખલનમાં ઘાયલ થયેલા 16 લોકોને વાયનાડના મેપ્પડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આ બાબત પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું છે કે વાયનાડમાં ભૂસ્ખલન બાદ તમામ સંભવિત બચાવ કામગીરીનું સંકલન કરવામાં આવશે ઘટનાની જાણ થતાં જ સરકારી તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. રાજ્યની તમામ સરકારી એજન્સીઓ બચાવ કામગીરીમાં લાગેલી છે. આજે રાજ્યના મંત્રી સ્થળની મુલાકાત લઈ શકે છે.

વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે. નેશનલ હેલ્થ મિશન દ્વારા અહીં કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. ઇમરજન્સી સહાય માટે હેલ્પલાઇન નંબર 9656938689 અને 8086010833 પણ જારી કરવામાં આવ્યા છે. વાયુસેનાના બે હેલિકોપ્ટર Mi-17 અને એક ALH તમિલનાડુના સુલુરથી સવારે 7.30 વાગ્યે રવાના થશે.

Image

વાયનાડ ચુરલમાલામાં બચાવ કામગીરીમાં ફાયર એન્ડ રેસ્ક્યુ, સિવિલ ડિફેન્સ, એનડીઆરએફ અને સ્થાનિક ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના 250 સભ્યો સામેલ છે. એનડીઆરએફની વધારાની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાની સૂચના આપવામાં આવી છે.

CMO દ્વારા જારી નિવેદન

ભૂસ્ખલન પછી, સીએમઓએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ભૂસ્ખલનને ધ્યાનમાં રાખીને, થમરાસેરી પાસ દ્વારા આવશ્યક વાહનો સિવાયના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામને પાસ દ્વારા રસ્તો બનાવવા માટે તૈયાર રહેવા જણાવાયું છે. જેથી પાસમાં ટ્રાફિક જામ ન થાય અને બચાવ સામગ્રી મુંડકાઈ સુધી પહોંચાડી શકાય.

કલેક્ટરની સરકારી કર્મચારીઓને આ સૂચના

વાયનાડ કલેકટરે સરકારી અધિકારીઓને તેમની કચેરીઓમાં હાજર રહેવા અને બચાવ અને રાહત પ્રવૃત્તિઓના સંકલનમાં સામેલ થવાનો નિર્દેશ આપ્યો છે. કલેકટરે જણાવ્યું છે કે પૂર્વ પરવાનગી વગર કોઈએ જિલ્લો છોડવો નહિ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઝારખંડમાં રેલ દુર્ઘટના; હાવરા-મુંબઈ મેઈલના 20 ડબ્બા પાટા પરથી ઉતરતાં મુસાફરો થયા ઘાયલ

આ પણ વાંચો: દિલ્હી હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ અને વચગાળાની જામીન મામલે થશે સુનાવણી

આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામીને આ શું થયું? હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ શું કહ્યું