OMG!/ પાલતુ કૂતરા માટે માલિકેે Book કરાવી બિઝનેસ ક્લાસની Ticket

દુનિયાભરમાં ઘણા વિચિત્ર લોકો છે જે જે ઈચ્છે તે કરી શકે છે. જણાવી દઇએ કે, આજનાં સમયમાં લોકો કૂતરા પાળવાનાં ખૂબ જ શોખીન છે. એટલું જ નહીં પરંતુ તે પોતાના કૂતરાઓને દરેક સુવિધા આપતા જોવા મળે છે.

Ajab Gajab News
કૂતરા માટે બુક કરાવી બિઝનેસ ક્લાસની ટિકિટ

દુનિયાભરમાં ઘણા વિચિત્ર લોકો છે જે જે ઈચ્છે તે કરી શકે છે. જણાવી દઇએ કે, આજનાં સમયમાં લોકો કૂતરા પાળવાનાં ખૂબ જ શોખીન છે. એટલું જ નહીં પરંતુ તે પોતાના કૂતરાઓને દરેક સુવિધા આપતા જોવા મળે છે. આજનાં સમયમાં માણસ અને પ્રાણીની મિત્રતા ખૂબ જ ઊંડી માનવામાં આવે છે અને ખાસ કરીને જો કૂતરો હોય તો માનવ અને તેની મિત્રતાનું ઉદાહરણ ઘણી વખત જોવા મળ્યુ છે.

આ પણ વાંચો – Shocking / સર્જરી બાદ મહિલાનાં હોઠની થઇ આવી દુર્દશા, ચહેરો જોઇ તમે પણ ચોંકી જશો

એટલું જ નહીં, પરંતુ ઘણી વાર્તાઓમાં આપણે જોયું અને સાંભળ્યું છે કે પાળેલો કૂતરો જ્યારે જરૂર પડે ત્યારે પોતાના માલિક માટે પોતાનો જીવ દાવ પર લગાવતા ક્યારેય અચકાતો નથી. આ સાથે માણસ તેના માટે બધું કરવા પણ તૈયાર હોય છે. અત્યારે કંઈક આવો જ મામલો સામે આવ્યો છે. હા, એક માલિકે તેના પાલતુ કૂતરા સાથે મુસાફરી કરવા માટે એર ઈન્ડિયાની ફ્લાઈટની તમામ બિઝનેસ ક્લાસ સીટો બુક કરાવી છે. આ જાણીને તમને બધાને ખૂબ જ અજીબ લાગતું હશે, પરંતુ આખો મામલો જાણ્યા પછી તમે ખુશ થઈ જશો. જણાવી દઇએ કે, આ મામલો ગયા બુધવારનો છે જ્યારે મુંબઈથી ચેન્નાઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનો બિઝનેસ ક્લાસ એક માલિકે તેના કૂતરા માટે બુક કરાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, એરબસ A320 ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસની 12 સીટો હતી અને માલિકે તેના કૂતરા માટે તમામ સીટો બુક કરાવી હતી. જેના કારણે ફ્લાઈટમાં માત્ર માલિક અને તેનો કૂતરો જ મુસાફરી કરી શકે. આપને જણાવી દઈએ કે, મુંબઈથી ચેન્નાઈની બે કલાકની ફ્લાઈટની બિઝનેસ ક્લાસ ટિકિટની કિંમત 18,000 રૂપિયાથી 20,000 રૂપિયાની વચ્ચે છે. આવી સ્થિતિમાં હવે તમે અંદાજો લગાવી શકો છો કે 12 સીટ માટે માલિકે કેટલી રકમ ચૂકવી હશે. જો કે એર ઈન્ડિયાનાં બિઝનેસ ક્લાસમાં અગાઉ ઘણા કૂતરાઓ મુસાફરી કરી ચૂક્યા છે, પરંતુ આ કદાચ પ્રથમ વખત છે કે જ્યારે એક જ પાલતુ કૂતરા માટે આખી બિઝનેસ કેબિન બુક કરવામાં આવી હોય.

આ પણ વાંચો – OMG! / એક તરફ પહાડ અને બીજી તરફ ખીણ, ડ્રાઇવરે યુ-ટર્ન લઇને કાર પર ચમત્કારિક કંટ્રોલ બતાવ્યો, Video

અમે તમને એ પણ જણાવી દઈએ કે એર ઈન્ડિયા એકમાત્ર ભારતીય વાહક છે જે પેસેન્જર કેબિનમાં ઘરેલું પાલતુ પ્રાણીઓને મંજૂરી આપે છે. હા અને ફ્લાઇટમાં વધુમાં વધુ બે પાલતુ પ્રાણીઓની મંજૂરી છે અને પાલતુ જાનવરને બુક કરેલી છેલ્લી હરોળમાં બેસાડવામાં આવે છે. ગયા વર્ષે જૂન અને સપ્ટેમ્બર વચ્ચે, એર ઈન્ડિયાએ તેની ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર 2,000 પેટને વોક કરાવ્યું હતુ.