Viral Video/ નર્સને ડાન્સ કરતા જોઇને ઉછળવા લાગ્યો લકવાગ્રસ્ત દર્દી, સોશિયલ મીડિયામાં છવાયો વીડિયો

આ વીડિયોમાં એક નર્સ એક દર્દીની ખૂબ જ અલગ રીતે સારવાર કરી રહી છે. આ વીડિયો જોયા બાદ લોકો ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે

Trending Videos
નર્સ

સોશિયલ મીડિયા પર એક આવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે લોકોના દિલ જીતી રહ્યો છે. આ વીડિયોમાં એક નર્સ એક દર્દીની ખૂબ જ અલગ રીતે સારવાર કરી રહી છે. આ વીડિયો જોયા બાદ લોકો ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે અને તે નર્સના જોરદાર વખાણ પણ કરી રહ્યા છે. આટલું જ નહીં લોકો આ હૃદયસ્પર્શી વીડિયોને જોરદાર રીતે શેર પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો :વરરાજા બળદગાડામાં શાહી ઢબે નીકળ્યા લગ્ન કરવા, તો જોતા રહી ગયા લોકો

લોકો ડૉક્ટરને ‘પૃથ્વીનો ભગવાન’ માને છે. બધા દર્દીઓ સાજા થતા ડોકટરોનો આભાર માને છે. પરંતુ, દર્દીને સાજા કરવામાં નર્સો અને મેડિકલ સ્ટાફની ભૂમિકા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે, તેઓ દર્દીની પૂરા દિલથી સેવા કરે છે અને તેમનું મનોબળ વધારતા હોય છે. આ વાયરલ વીડિયોમાં એક નર્સે શું કર્યું તે જોઈને તમે પણ કહેશો કે તેમનો આભાર માનો તેટલો ઓછો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે દર્દી બેડ પર સૂતો છે. જણાવવામાં આવી રહ્યું છે કે દર્દી લકવાગ્રસ્ત છે. આવી સ્થિતિમાં, ચતુરાઇથી ડાન્સ કરતાં લકવાગ્રસ્ત દર્દી  ઉત્સાહ ભરીને ફિઝિયોથેરાપીની કસરતો કરાવે છે. આટલું જ નહીં, દર્દીમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે અને એક ક્ષણ માટે તે પોતાનું બધુ જ દુખ પણ ભૂલી જાય છે.

જેણે પણ આ વીડિયો જોયો તે ભાવુક થઈ ગયા. હવે આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને જોરદાર શેર કરી રહ્યા છે. આ વીડિયો IPS દીપાંશુ કાબરાએ ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, ‘જ્યારે દર્દીઓ સાજા થાય છે, ત્યારે તેઓ તમામ ડોક્ટરોનો આભાર માને છે. પરંતુ, નર્સો અને અન્ય તબીબી સ્ટાફ જે પ્રેમાળ સારવાર આપે છે તેઓ માટે ‘આભાર’ એ ખૂબ જ ટૂંકો શબ્દ છે. હ્રદય સ્પર્શી આ વીડિયો અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે. એટલું જ નહીં, આ નર્સની ખૂબ પ્રશંસા પણ થઈ રહી છે.

આ પણ વાંચો : કડકડતી ઠંડીમાં જવાને 40 સેકન્ડમાં 47 પુશ-અપ્સ માર્યા, જુઓ ચોંકાવનારો વીડિયો

આ પણ વાંચો :પોતાના જ લગ્નમાં પૈસા લૂંટવા લાગ્યા દુલ્હા-દુલ્હન, વીડિયો જોઈ લોકોએ કહ્યું- ’36માંથી 36 ગુણો મેળવવા આને કહેવાય’

આ પણ વાંચો :રિપોર્ટર ચાંદ નવાબનો નવો વીડિયો વાયરલ, આ વખતે રેતીના વાવાઝોડા વચ્ચે કર્યું રિપોર્ટિંગ

આ પણ વાંચો :દુલ્હને સ્વેગ સાથે કરી એન્ટ્રી, પાનેતર પહેરીને રોડ પર લઈને નીકળી બુલેટ – જુઓ વીડિયો