રશિયાના બશ્કોર્તોસ્તાનમાં રહેતા બાળક સાથે બનેલી ઘટના ખૂબ જ આશ્ચર્યચકિંત કરનારી હતી, જ્યારે બાળક બિલ્ડિંગના 12 મા માળેથી નીચે પડી ગયો હતો. આટલી ઉંચાઇથી નીચે પડ્યા પછી બાળકનું બચવું મુશ્કેલ હતું, પરંતુ બાળક સહેલાઇથી બચી ગયું. કારણ કે તે જમીન પર પડેલા બરફના જાડા સ્તર પર પડ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બાળક ખૂબ જ તેજીથી નીચે પડી રહ્યો છે.
આ જગ્યા બશ્કોર્તોસ્તાનના ઉફામાં સ્થિત છે. બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તેના ત્રણ ઓપરેશન કરાયા છે. હાલમાં તેની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. ફૂટેજમાં બાળક જમીન પર પડેલા બરફ પર પડ્યો હતો. તે થોડા સમય માટે ઉભો થઇ શક્યો ન હતો, પરંતુ તે થોડા સમય પછી ધ્રુજતો દેખાય છે. પછી તે ધીમેથી ઉભો રહેવાનો પ્રયત્ન કરે છે અને તેના ઘૂંટણ પર બેસી જાય છે. તે થોડા સમય માટે આ રીતે બરફ પર બેસે છે, ત્યારબાદ ત્યાંથી પસાર થતી વ્યક્તિ તેની પાસે દોડી આવે છે.
મકાનમાં ફ્લોરને તોડવાનું કામ ચાલી રહ્યું હતું તો અચાનક દેખાયા એકપછી એક હાડપિંજર…
પસાર થતા લોકો મદદ કરે છે
આ વ્યક્તિ બાળક પર કેપ પહેરાવે છે અને ધાબળો ઉડે છે અને તેને ગરમ જેકેટ પહેરાવે છે. પછી ત્યાં કેટલાક લોકો પહોંચે છે. જાડા બરફ પર પડવાથી બાળક બચી જાય છે. બાદમાં બાળકને સ્ટ્રેચરથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. એક ન્યૂઝ વેબસાઇટ અનુસાર, બાળકને ઉફાની હોસ્પિટલ નંબર 17 માં સારવાર માટે ખસેડવામાં આવે છે. આ કેસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ઘટના સમયે બાળક ઘરે એકલો હતો.
માતાપિતાને ખબર નથી
તેના માતા-પિતા ક્યાં હતા તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. હજુ સુધી પરિવાર તરફથી પણ કોઈ માહિતી બહાર આવી નથી. આ કેસમાં તપાસ ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે બાળકના પરિવાર પર સવાલ કરવામાં આવશે કે તે ઘટના સમયે ક્યા હતા, તેણે બાળકને એકલા ઘરે કેમ રાખ્યો હતો. પોલીસ આગળની કાર્યવાહી કરશે કે નહીં તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી. આ પહેલા પણ અહીં આવા અકસ્માત સર્જાયા છે.