Not Set/ કૉંગ્રેસના વરિષ્ઠ નેતાએ RBI ના ગવર્નર ઉર્જિટ પટેલ પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું

નવી દિલ્હીઃ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણાં મંત્રી પી. ચિદંબરમે ભારતીય રિજર્વ બેન્ક( RBI ) ના ગર્વનર ઉર્જિત પટેલની ક્ષમતા પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, તેમને ફક્ત 62 દિવસમાં ભારતીય અર્થવ્યસ્થાની સમજ આવી ગઇ છે. ચિદંબરમે પક્ષના કાર્યલયે નિયમિત બ્રીફિંગ દરમિયાન કહ્યું હતું કે, ડૉ. સી. રાંગરાજન, ડૉ.બિમલ જાલાન, ડૉ. વાઇવી રેડ્ડી, […]

India

નવી દિલ્હીઃ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણાં મંત્રી પી. ચિદંબરમે ભારતીય રિજર્વ બેન્ક( RBI ) ના ગર્વનર ઉર્જિત પટેલની ક્ષમતા પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, તેમને ફક્ત 62 દિવસમાં ભારતીય અર્થવ્યસ્થાની સમજ આવી ગઇ છે.

ચિદંબરમે પક્ષના કાર્યલયે નિયમિત બ્રીફિંગ દરમિયાન કહ્યું હતું કે, ડૉ. સી. રાંગરાજન, ડૉ.બિમલ જાલાન, ડૉ. વાઇવી રેડ્ડી, ડૉ. ડી સુબ્બારાવ અને ડૉ. રઘુરામ રાજન આરબીઆઇના ગવર્નર રહી ચુક્યા છે. અને તેમનો કાર્યકાલ ત્રણ વર્ષથી પાંચ વર્ષ રહ્યો છે. આ તમામને ભારતીય અર્થવ્યવસ્થાના ઉંડા જાણકાર માનવામાં આવે છે.

નોટબંધીનો નિર્ણય કરવા પર આશ્ચર્ય વ્યક્ત કરતા કૉંગ્રેસના નેતાએ જણાવ્યું હતુ કે, રિજર્વ બેન્ક કોઇ ગવર્નને ભારતીય અર્થવ્યવસ્થામાં બદલાવ કરવા માટે નોટબંધની જરૂર નથી પડતી પરંતું ડૉ. પટેલ પદ સંબાળ્યાના 62 દિવસ બાદ આ નિર્ણય કરી લીધો. ડૉ. પટેલે 4 સપ્ટેબર 2016  ના રોજ આરબીઆઇના ગવર્નર પદ સંભાળ્યું હતું. નોટબંધીનો નિર્ણય 8 નેવેમ્બરે લેવામાં આવ્યો હતો.