નિવેદન/ પી. ચિદમ્બરમે કેમ કહ્યું મમતા બેનર્જીને અર્થશાસ્ત્રમાં નોબલ પુરસ્કાર મળવો જોઇએ…

મમતા બેનર્જીએ કહ્યું તૃણમૂલ કોંગ્રેસ રાજ્યમાં સરકાર બનાવે છે તો મહિલાઓને દર મહિને પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે.

Top Stories India
TMC પી. ચિદમ્બરમે કેમ કહ્યું મમતા બેનર્જીને અર્થશાસ્ત્રમાં નોબલ પુરસ્કાર મળવો જોઇએ...

ગોવામાં આ વખતે પૂરા જોશ સાથે ચૂંટણી લડવા ઉતરેલી મમતા બેનર્જીએ શનિવારે વચન આપ્યું હતું કે જો તેમની પાર્ટી એટલે કે તૃણમૂલ કોંગ્રેસ રાજ્યમાં સરકાર બનાવે છે તો મહિલાઓને દર મહિને પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે હવે આ ચૂંટણી વચન પર ટોણો માર્યો છે અને કહ્યું છે કે આ માટે અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળવો જોઈએ.

 

 

પી. ચિદમ્બરમે ટ્વીટ કર્યું, ‘અહીં ગણિતને અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળવો જોઈએ. ગોવાના 3.5 લાખ ઘરોમાં મહિલાઓને દર મહિને રૂ. 5000 રોકડ આપવાથી દર મહિને રૂ. 175 કરોડનો ખર્ચ થશે. તે એક વર્ષમાં 2100 કરોડ રૂપિયા થશે.ચિદમ્બરમે બીજું ટ્વીટ કર્યું અને લખ્યું, ‘ગોવા જેવા રાજ્ય માટે આ ‘નાની રકમ’ છે, જેનું દેવું માર્ચ 2020 સુધીમાં 23 હજાર 473 કરોડ હતું. ભગવાન ગોવાની રક્ષા કરે! અથવા તો એમ કહેવું જોઈએ કે ગોવાને ભગવાન બચાવો.

આવતા વર્ષે ગોવામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હાલમાં ગોવામાં ભાજપની સરકાર છે, પરંતુ આગામી ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસે પણ જોરશોરથી લડવાની જાહેરાત કરી છે. તૃણમૂલ કોંગ્રેસે ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા લુઈઝિનો ફાલેરોને પાર્ટીમાં સામેલ કરીને તેના ઈરાદા સ્પષ્ટ કર્યા છે. મમતા બેનર્જીના નેતૃત્વવાળી પાર્ટીએ જાહેરાત કરી છે કે તે રાજ્યની તમામ 40 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે.