ગુજરાત/ રાજકોટમાં નકલી માર્કશીટ અને ડીગ્રી વેચવાનું કૌભાંડ ઝડપાયું…..

વિદેશ જવા ઈચ્છતા વ્યક્તિઓને ગ્રેજ્યુટ કરતા પોસ્ટ ગ્રેજ્યુટના માર્ક્સ વધુ કાઉન્ટ થતા હોવાથી તેઓ આ પ્રકારે નકલી ડિગ્રી સર્ટિફિકેટ તેમજ નકલી માર્કશીટ મેળવવાનો આગ્રહ રાખતા હતા.

Gujarat Rajkot
Untitled 28 રાજકોટમાં નકલી માર્કશીટ અને ડીગ્રી વેચવાનું કૌભાંડ ઝડપાયું.....

  રાજકોટ આમ તો  રંગીલુ શહેર તરીકે જાણીતું છે તેમાં પણ  રાજકોટ એ સૌરાષ્ટ્ર ની શાન ગણવામાં આવે છે  . પરંતુ આજ કાલ  રાજકોટમાં  પણ  ગુનાખોરીના  કેસો વધતાં જોવા મળી રહયા  છે . ત્યારે વધુ એક કોભાંડ સામે આવ્યું છે જે જેમાં  વિદેશ જવા ઇચ્છતા લોકો પોતાની PR એપ્લીકેશનમાં માર્ક વધારવા અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન બાદ ડિગ્રી સર્ટિફિકેટ રજૂ કરવા માટે નકલી સર્ટિફિકેટ અને માર્કશીટ બનાવતા લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં  આવી છે .

આ પણ  વાંચો ;Gun / આ બંદૂક એક સાથે બે ગોળીઓ ચલાવે છે, જાણો દુનિયાની કઈ સેના પાસે છે આવા ખતરનાક હથિયાર

 એક લાખમાં બોગસ ડિગ્રી વેંચાવાનું કૌભાંડ આચરવામાં આવતુ હોવાની પોલીસને વિગતો મળી છે.પોલીસે આરોપી ધર્મિષ્ઠા માંકડીયા, દિલ્હીના પ્રદીપ યાદવ, માલતી હસમુખ ત્રિવેદી, મૌલિક ઘનેશજસાણી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.તેમાંથી એક આરોપીની પોલીસ અટકાયત કરવાની બાકી છે. હાલ પેરોલ ફર્લો સ્ક્વોડએ અને પોલીસ સ્ટાફે બાતમીને આધારે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે .

આ પણ  વાંચો :નવી મુસિબત / ‘ઓમિક્રોને’ લીધો હવે નવો અવતાર, બે ભાગમાં વહેચાયો વાયરસ

   આરોપીઓની પોલીસે અટકાયત કરતાં આરોપીઓએ પોલીસને જણાવ્યું છે કે, વિદેશ જવા માટે પીઆર મેળવવા ઈચ્છતા વ્યક્તિઓ તેમનો સંપર્ક સાધતા હતા. વિદેશ જવા ઈચ્છતા વ્યક્તિઓને ગ્રેજ્યુટ કરતા પોસ્ટ ગ્રેજ્યુટના માર્ક્સ વધુ કાઉન્ટ થતા હોવાથી તેઓ આ પ્રકારે નકલી ડિગ્રી સર્ટિફિકેટ તેમજ નકલી માર્કશીટ મેળવવાનો આગ્રહ રાખતા હતા.